Tue Jan 20 2026

Logo

White Logo

ફાઈનાન્સના ફંડાઃ : રૂલ ઓફ 70: મોંઘવારી સામે સંપત્તિની સુરક્ષા

2 hours from now
Author: Mumbaisamachar Team
Video

મિતાલી મહેતા

આ અગાઉના લેખોમાં આપણે રૂલ ઓફ 72, રૂલ ઓફ 114 અને રૂલ ઓફ 144 જેવા સરળ ગણિતના નિયમો વિશે વાત કરી હતી, જે આપણને ચક્રવૃદ્ધિ દ્વારા પૈસા બમણા, ત્રિગુણા કે ચાર ગણા થવામાં કેટલો સમય લાગે તે સમજવામાં મદદ કરે છે. આ નિયમો એટલા માટે અસરકારક છે કે તે ટકાવારીને સમયમાં ફેરવી દે છે અને રોકાણને સમજવું સરળ બનાવે છે.

જોકે અહીં એક વધુ એટલો જ મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે. ખાસ કરીને નિવૃત્તિની નજીક આવેલા લોકો માટે ‘જો હેતુ પૈસા ઝડપથી વધારવાનો નહીં, પરંતુ તેની કિંમત જાળવી રાખવાનો હોય તો?’
આ પ્રશ્ન આપણને એક ઓછો ચર્ચાતો, પરંતુ અત્યંત મહત્ત્વનો નિયમ સમજાવે છે રૂલ ઓફ 70.

રૂલ ઓફ 70 શું છે?

રૂલ ઓફ 70 આપણને અંદાજ આપે છે કે મોંઘવારીના કારણે પૈસાની ખરીદ શક્તિ અડધી થવામાં કેટલો સમય લાગશે.
તેનું ગણિત સરળ છે.
મોંઘવારીના દરથી 70 ને ભાગો, તો અંદાજે કેટલા વર્ષમાં પૈસાની કિંમત અડધી થશે તે જાણી શકાય.

ઉદાહરણ તરીકે:
6 ટકા મોંઘવારી પ્ 70 6 સ્ત્ર = 12 વર્ષ
 5 ટકા પ્ 70 સ્ત્ર 5 = 14 વર્ષ
 4 ટકા પ્ 70 સ્ત્ર 4 = 8 વર્ષ
રૂલ ઓફ 70 એક અંદાજ છે, પરંતુ લાંબા ગાળાની નાણાકીય યોજના માટે પૂરતો ચોક્કસ છે.

આ નિયમ પર ધ્યાન કેમ આપવું જોઈએ?

ઘણા રોકાણકારો માત્ર રિટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ સાચું મહત્ત્વ વાસ્તવિક રિટર્નનું છે. મોંઘવારી બાદ જે બચી રહે તે.

મોંઘવારી ધીમે અને શાંતિથી કામ કરે છે, પરંતુ લાંબા સમયગાળે તે ખરીદ શક્તિને સતત ખોખલી કરતી જાય છે. આજે જે પૂરતું લાગે છે, તે આવતીકાલે અપૂરતું લાગી શકે છે ખર્ચ બદલાયા વિના પણ. 

આ બધા વચ્ચે રૂલ ઓફ 70 આ અદૃશ્ય ક્ષયને સ્પષ્ટ કરે છે અને આપણને એક અસહજ સત્ય સામે ઊભા કરે છે: સાધારણ મોંઘવારી પણ એક કાર્યજીવન દરમ્યાન પૈસાની ખરીદ શક્તિ અડધી કરી શકે છે.

દૃષ્ટિકોણમાં બદલાવ

 રૂલ ઓફ 72, 114 અને 144 બધા વૃદ્ધિ વિશે છે.
 રૂલ ઓફ 144 સંરક્ષણ વિશે છે.

નિવૃત્તિની નજીક અથવા નિવૃત્તિ પછી, આ દૃષ્ટિકોણ અત્યંત મહત્ત્વનો બની જાય છે. આવક ધીમી પડે કે બંધ થાય ત્યારે સંપત્તિ વધારવા જેટલું જ મહત્ત્વ તેનું રક્ષણ કરવાનું બની જાય છે.

ઉદાહરણ: જો રોકાણ 6 ટકા વધે, પરંતુ મોંઘવારી પણ 6 ટકા હોય, તો હકીકતમાં સંપત્તિ વધતી નથી તે માત્ર ખરીદ શક્તિ જાળવી રાખે છે. મોંઘવારીને પાછળ ન છોડતી સંપત્તિ ધીમે ધીમે નબળી પડે છે. જ્યારે ચક્રવૃદ્ધિ બધી દિશામાં કામ કરે છે. ચક્રવૃદ્ધિ તટસ્થ છે. તે વૃદ્ધિને પણ મજબૂત બનાવે છે અને ક્ષયને પણ.

રૂલ ઓફ 70 આ સમતોલતાને દર્શાવે છે. તે યાદ અપાવે છે કે મોંઘવારીને અવગણવી નાની ભૂલ નથી. લાંબા ગાળાનું જોખમ છે. લાંબા ગાળાની નાણાકીય યોજના માત્ર નિશ્ચિત રિટર્ન અથવા આંકડાઓ પર આધારિત ન હોવી જોઈએ. સમય સાથે ખરીદ શક્તિ જ સાચું માપદંડ છે.

નિષ્કર્ષાત્મક વિચાર

રૂલ ઓફ 70 ડર પેદા કરવા માટે નથી, પરંતુ સ્પષ્ટતા માટે છે.
તે આપણને પૂછવા પ્રેરે છે:
શું મારા રોકાણ મોંઘવારી કરતાં ઝડપથી વધી રહ્યા છે?
મારી સંપત્તિ માત્ર સુરક્ષિત છે કે ખરેખર સંરક્ષિત?
શું હું ભવિષ્યની ખરીદ શક્તિ માટે યોજના બનાવી રહ્યો છું?

ઝડપી નફા પાછળ દોડતી દુનિયામાં, રૂલ ઓફ 70 એક શાંત, પરંતુ પ્રભાવશાળી સત્ય તરફ ધ્યાન દોરે છે. એવું સત્ય જે સતત, ધીમે અને અવિરત રીતે કાર્ય કરે છે.

અંતે, સફળ રોકાણ તે નથી જે સૌથી વધુ રિટર્ન આપે, પરંતુ તે છે જે સમય અને મોંઘવારીને પહોંચી વળીને ભવિષ્યની ખરીદ શક્તિ સાચવી શકે, કારણ કે અંતે સંપત્તિ માત્ર એટલી નથી કે તમારી પાસે કેટલા પૈસા છે, પરંતુ એ છે કે આવતાં વર્ષોમાં એ પૈસા તમારા માટે શું કરી શકે છે.