અમદાવાદ: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં સતત વધ-ઘટ જોવા મળી રહી છે, જેના કારણે રાત્રે ઠંડી અને દિવસે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળ્યો હતો, જ્યારે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા છે.
અમરેલીમાં કકડતી ઠંડી
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલ ન્યુનતમ તાપમાન કરીએ તો અમરેલીમાં 9.6 ડિગ્રી સેલ્સીયસ, નલિયામાં 11.2 ડિગ્રી સેલ્સીયસ, દાહોદમાં 11.8 ડિગ્રી સેલ્સીયસ, ડાંગમાં 11.8 ડિગ્રી સેલ્સીયસ, ડીસામાં 12.3 ડિગ્રી સેલ્સીયસ, રાજકોટમાં 13 ડિગ્રી સેલ્સીયસ, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી સેલ્સીયસ, અમદાવાદમાં 14.1 ડિગ્રી સેલ્સીયસ, વડોદરામાં 14.8 ડિગ્રી સેલ્સીયસ, સુરતમાં 15.2 ડિગ્રી સેલ્સીયસ, કંડલામાં 15.5 ડિગ્રી સેલ્સીયસ, ભુજમાં 15.6 ડિગ્રી સેલ્સીયસ અને ભાવનગરમાં 16.6 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
કેવું રહેશે મહારાષ્ટ્રનું હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં સતત ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે ઠંડીનું જોર રહે છે, પરંતુ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધતા બપોરે સામાન્ય ઉકાળાનો પણ અનુભવ થાય છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા અને સૂકા પવનોના કારણે લઘુત્તમ તાપમાન ગગડી રહ્યું છે. જોકે, દક્ષિણ ભારતમાં ચોમાસાની સિઝન પૂર્ણ જાહેર કરવામાં આવી છે, જેનાથી હવે પવનોની દિશા અને ગતિમાં ફેરફાર થતા રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ ફેરફાર થવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં માવઠું અને હિમવર્ષા
ભારતીય હવામાન વિભાગે ૨૨ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન દેશના ૯ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનોનું એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પડશે. જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને લદ્દાખમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં થનારા આ ફેરફારોની સીધી અસર ગુજરાત પર પડી શકે છે, જેના કારણે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં તાપમાનમાં ફરી મોટો ઘટાડો અને ઠંડીનો નવો રાઉન્ડ આવી શકે છે.