લંડન: ગ્રીનલેન્ડમાં જર્મનીનું લશ્કરી સંકલ્પનું પ્રદર્શન અલ્પજીવી રહ્યું હતું. આર્ક્ટિક ટાપુ પર તૈનાત જર્મન જાસૂસી ટીમ માત્ર ૪૪ કલાકમાં ઘરે પરત ફરી હતી, જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના દબાણને કારણે તણાવ વધ્યો હતો.
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ યુરોપિયન યુનિયન આગામી દિવસોમાં ૨૭ સભ્ય દેશના સરકારના વડાઓની એક અસાધારણ બેઠક બોલાવશે. કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ રવિવારે સાંજે જણાવ્યું હતું.
કોસ્ટાએ એક્સના પર જણાવ્યું હતું કે યુરોપિયન કાઉન્સિલની બેઠક "તાજેતરના વિકાસના મહત્વને ધ્યાનમાં રાખીને અને વધુ સંકલન માટે" યોજવામાં આવશે.
યુરોપ, ગ્રીનલેન્ડ મામલે વિરોધને કારણે ઘણા દેશો સામે ટેરિફની ધમકી આપ્યા બાદ ટ્રમ્પના "બ્લેકમેલ" સામે વળતા પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે, તેવું જર્મનીના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું.
"અમે પોતાને બ્લેકમેઇલ થવા દઈશું નહીં," એમ લાર્સ ક્લિંગબેલે ફ્રેન્ચ અર્થતંત્ર અને નાણા પ્રધાન રોલેન્ડ લેસ્ક્યુર સાથે બર્લિનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું.