Tue Jan 20 2026

Logo

White Logo

યુએસએ એરક્રાફ્ટ કેરિયર ઈરાન તરફ રવાના કર્યું: : ઇઝરાયલે પણ આપી ચેતવણી આપી

America   4 hours from now
Author: Savan Zalariya
Video

તેલ અવિવ: મધ્ય પૂર્વમાં  જીયોપોલિટીકલ તણાવ સતત વધી રહ્યો છે, યુએસ ઈરાન પર લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. એવામાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ઈરાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે તો ઇઝરાયલ અગાઉ ક્યારેય ન થયો હોય એટલી તાકાત સાથે હુમલો કરશે. 

ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલ સરકાર ઈરાન પર નજર રાખી રહી છે, ઈરાનમાં વિરોધ પ્રદર્શનો બાદ અશાંતિ ફેલાયેલી છે, પ્રદર્શનકારીઓ સામે હિંસક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈરાનનું ભવિષ્ય શું હશે તેની આગાહી કોઈ શકે એમ નથી, પરંતુ ઈરાન પહેલાની સ્થિતિમાં કોઇપણ શરતે પરત નહીં ફરી શકે.  

આ દરમિયાન નેતન્યાહૂએ કહ્યું "જો ઈરાન આપણા પર હુમલો કરવાની ભૂલ કરશે, તો અમે એવી તાકાતથી કાર્યવાહી કરીશું જેનો ઈરાને હજુ સુધી અનુભવ ન કર્યો હોય."

ખામેનીની ધમકી:
અહેવાલ મુજબ ખામેની વિરોધી પ્રદર્શનોમાં રવિવાર સુધીમાં 5,000થી વધુ લોકો માર્યા ગયા છે., જેમાં લગભગ 500 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ કહ્યું કે દેશમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો દરમિયાન હજારો લોકોની હત્યા માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ જવાબદાર છે. ખામેનીએ કહ્યું કે ઈરાન તેની સરહદોની બહાર તણાવ વધારવાનું કામ નહીં કરે, પરંતુ જે લોકો જવાબદાર છે તેમને પરિણામ ભોગવવા પડશે.

યુએસએ એરક્રાફ્ટ કેરિયર મોકલ્યું:
નોંધનીય છે કે યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ શરુ કરી દીધી છે. યુએસની ન્યુક્લિયર પાવર્ડ યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને મધ્ય પૂર્વ તરફ મોકલવામાં આવી રહ્યું છે.
 
યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર દક્ષિણ ચીન સમુદ્રમાં હતું, તેને સિંગાપોર પાર કરીને મલાક્કાના સ્ટ્રેટમાં પ્રવેશ્યું છે અને મધ્ય પૂર્વ તરફ આવી રહ્યું છે. શિપ-ટ્રેકિંગ ડેટા મુજબ અમેરિકન નેવીના યુએસએસ ફ્રેન્ક ઇ. પીટરસન જુનિયર, યુએસએસ માઈકલ મર્ફી અને યુએસએસ સ્પ્રુઅન્સ મલાક્કાના સ્ટ્રેટમાં દેખાયા હતાં.