ઇન્દોરઃ ભારત (India)ના કૅપ્ટન શુભમન ગિલે અહીં આજે નિર્ણાયક વન-ડેમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી એની ફળશ્રુતિ તરત જ જોવા મળી. ન્યૂ ઝીલૅન્ડે (New Zealand) પહેલા સાત બૉલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદીપ સિંહને પ્રસિદ્ધ ક્રિષ્નાને બદલે પ્લેઇંગ-ઇલેવનમાં લેવામાં આવ્યો એ નિર્ણય અર્શદીપે સાચો ઠરાવ્યો હતો, કારણકે તેણે ચોથા બૉલમાં કુલ પાંચ રનના સ્કોર પર હેન્રી નિકલ્સને ક્લીન બોલ્ડ કર્યો હતો.
Fabulous start this from #TeamIndia
— BCCI (@BCCI) January 18, 2026
Arshdeep Singh and Harshit Rana have dismissed both the New Zealand openers
Updates https://t.co/KR2ertVmpx#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/fyKf3g0qCO
નિકલ્સનો એ પહેલો જ બૉલ હતો. એ ઓવરના છેલ્લા બે બૉલ નખાયા ત્યાં તો નવી ઓવરના પહેલા જ બૉલમાં ડેવૉન કૉન્વેએ પણ વિકેટ ગુમાવી દીધી હતી. તેને હર્ષિત રાણાએ રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
કૉન્વે (Conway)ની વિકેટ વખતે પણ કુલ સ્કોર પાંચ રન હતો. સૌથી ડેન્જરસ બૅટ્સમૅન ડેરિલ મિચલ અને વિલ યંગે બાજી સંભાળી લીધી હતી અને છઠ્ઠી ઓવરને અંતે ટીમનો સ્કોર 2/27 ઉપર પહોંચ્યો હતો. બન્ને ટીમ 1-1ની બરાબરીમાં છે.