Mon Jan 19 2026

Logo

White Logo

આ કોણે કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌતને રડાવી? : સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવી ઘટના...

7 hours ago
Author: Darshna Visaria
Video

બોલીવૂડની 'પંગા ગર્લ' કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે નિશાન પર કોઈ બોલીવૂડ માફિયા નહીં પણ તેની જ જૂની મિત્ર અને ઈન્ડસ્ટ્રીની જાણીતી ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા છે. મસાબા ગુપ્તા એ જાણીતા બોલીવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાની દીકરી છે.  ક્વીન ફેમ એક્ટ્રેસ કંગના રનૌતે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને મસાબાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ચાલો જોઈએ શું છે આ ખુલાસો... 

કંગના રનૌત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી લચક પોસ્ટ શેર કરીને મસાબા ગુપ્તા સાથેના પોતાના જૂના વિવાદ વિશે ખુલાસો કર્યો છે. કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા જવાના સમયે મેં મસાબા ગુપ્તા પાસે એક ખાસ ડિઝાઇનર સાડીની માંગણી કરી હતી. મસાબાએ મને આ સાડી આપવાનો ઇનકાર કરી દીધો હતો. હું મારી કારમાં બેસીને રડી રહી હતી. 

કંગનાએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે જેને મેં વર્ષો સુધી સપોર્ટ કરી, જેની બ્રાન્ડને મેં પ્રમોટ કરી એણે મારી સાથે આવું કર્યું. મેં જ્યારે એક મહત્ત્વની ઈવેન્ટ માટે તેની પાસે મદદ માંગી તો તેણે મોઢું ફેરવી લીધું. કંગનાએ પોતાની સંકેત આપ્યો કે મસાબાએ કદાચ તેના રાજકીય વિચારો અથવા રામ મંદિર સાથે જોડાયેલા હોવાને કારણે મદદ કરવાની ના પાડી હશે. 

કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મેં હંમેશાથી જ મસાબાને હંમેશા એક બહેન માની છે અને જ્યારે કોઈ તેને તેના લૂક્સ માટે ટ્રોલ કરતું હતું ત્યારે મેં હંમેશા તેનો પક્ષ લીધો હતો. આજે તેની સફળતા પાછળ ક્યાંકને ક્યાંક મારો પણ ફાળો છે, પણ તેના બદલામાં મને આ રિજેક્શન મળ્યું હતું.  

કંગનાના આ આક્ષેપો સામે મસાબા ગુપ્તાએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. જોકે, સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કંગનાના સમર્થકો મસાબાને 'અહંકારી' અને 'ક્રૂર' ગણાવી રહ્યા છે, જ્યારે બીજા પક્ષનું કહેવું છે કે ડિઝાઇનર પાસે સ્ટોક ન હોઈ શકે અથવા તે કોઈ વ્યાવસાયિક કારણોસર ના પાડી શકે છે, જેને અંગત લેવાની જરૂર નથી.

કંગના અને મસાબાની મિત્રતા દાયકા જૂની છે. કંગના હંમેશા મસાબાની સાડીઓમાં એરપોર્ટ લૂક્સ અને ઈવેન્ટ્સમાં જોવા મળતી હતી. પરંતુ આ 'સાડી વિવાદ' પછી એવું લાગે છે કે આ બંને સેલિબ્રિટીઝ વચ્ચેના સંબંધોમાં કાયમી તિરાડ પડી ગઈ છે.