Mon Jan 19 2026

Logo

White Logo

સોના-ચાંદીએ મોટી છલાંગ લગાવી : ચાંદી રૂ.3 લાખને પાર, આ કારણે થઇ રહ્યો છે વધારો

11 hours ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: સોનાં અને ચાંદીના ભાવે મોટો છલાંગ લગાવી છે. આજે સોમાવરે વાયદા બજારમાં સોનાં અને ચાંદીના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર્સમાં લગભગ ₹3,000(2 ટકા) થી વધુનો વધારો નોંધાયો અને સર્વકાલીન ઉચ્ચ સ્તર ₹1,45,500 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. MCX સિલ્વર માર્ચ ફ્યુચર્સમાં જંગી ₹13,550 (5 ટકા)નો ઉછળો નોંધાયો અને ₹3,01,315 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચ્યો.

આજે મુંબઈમાં સોનાના ભાવ:
24 કેરેટ- ₹ 14,569  પ્રતિ ગ્રામ
22 કેરેટ- ₹ 13,355 પ્રતિ ગ્રામ
18 કેરેટ- ₹ 10,927 પ્રતિ ગ્રામ

દિલ્હીમાં સોનાનો ભાવ:
24 કેરેટ- ₹ 14,584 પ્રતિ ગ્રામ
22 કેરેટ- ₹ 13,370 પ્રતિ ગ્રામ
18 કેરેટ- ₹ 10,942 પ્રતિ ગ્રામ

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ:
અહેવાલ મુજબ સિંગાપોરમાં સવારે સોનાનો ભાવ 1.6 ટકા વધીને 4668.76 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ચાંદી 3.2 ટકા વધીને 92.0211 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો.

આ કારણે વધી રહ્યા છે ભાવ:
નોંધનીય છે એક વેનેઝુએલા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ પર છે. યુએસએ યુરોપના 8 દેશો પર ટેરિફ લાદ્યો છે. વૈશ્વિક રાજકારણમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, જેની સીધી અસર કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. 

સોના બાદ ચાંદી ગરમી અને વીજળી બંનેનું ઝડપી વાહક છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર એનર્જી અને ઓટો ઉદ્યોગમાં ચાંદીનો વ્યાપકપણે થાય છે. જેથી ચાંદીની ઔદ્યોગિક માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે.