Tue Jan 20 2026

Logo

White Logo

UAEના રાષ્ટ્રપતિની ત્રણ કલાકની ભારત મુલાકત : રક્ષણ-વેપારના મોટા કરાર પર હસ્તાક્ષર

3 hours from now
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: યુનાઈટેડ અરબ અમીરાત(UAE)નાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યા સોમવારે નવી દિલ્હીની ત્રણ કલાકની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે કરાર કરવામાં આવ્યા હતાં.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટ કરીને શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાએ લખ્યું કે વડાપ્રધાન મોદીને મળીને આનંદ થયો. પરસ્પર દ્વિપક્ષીય સહયોગ સાથે ટકાઉ વિકાસ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની વાતચીત કરી.

વડા પ્રધાનમ મોદી શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કરવા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ X પર કેટલાક ફોટોગ્રાફ્સ શેર કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું, "મારા ભાઈ, યુએઈના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કરવા હું એરપોર્ટ ગયો હતો. તેમની મુલાકાત ભારત-યુએઈની મજબૂત મિત્રતાનું પ્રતિક છે."

 

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ નેતાઓ એરપોર્ટથી એક જ કારમાં મુસાફરી કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના આમંત્રણ પર રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ ભારત આવ્યા હતાં છે.

પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે, જેમાં યુએસ ઈરાન પર લશકરી કાર્યવાહી કરી શકે છે, યુદ્ધ વિરામ છતાં ઇઝરાયલ ગાઝામાં પર ફરી હુમલા કરી રહ્યું છે અને સાઉદી અરેબિયા-યુએઈને જેમાં સંડોયાયેલા છે યમન ગૃહયુદ્ધ પણ સતત વણસી રહ્યું છે. એવામાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદની મુલકાત મહત્વની છે.

એક પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ યમનની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી, જેના કારણે સાઉદી અરેબિયાના યુએઈ વચ્ચે સંઘર્ષ થયો હતો.

UAEએ ભારત સાથે સંરક્ષણ ભાગીદારી આગળ વધારવા એક કરાર પર હસ્તાક્ષર કર્યા.  જ્યારે બંને પક્ષોએ 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $200 બિલિયન સુધી લઇ જવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.