હેં... ખરેખર?! - પ્રફુલ શાહ
બોલિવૂડમાં ‘પ્યાર કે લિએ કુછ ભી કરેગા’ જેવી મસાલા ફિલ્મ આવી ને સુપરડુપર હીટ ‘શોલે’ સહિતની ઘણી ફિલ્મોમાં જેલ-બ્રેકની વાત આવી. પણ આજે ફિલ્મને પાની કમ ચાય સાબિત કરે એવી સાચુકલી ઘટનામાં ડોકિયું કરીએ.
સમય 1986. લોકેશન ફ્રાંસનું પેરિસ. મુખ્ય પાત્રો કહાનીના મિશેલ વાઉજુર (ખશભવયહ ટફીષજ્ઞીિ)અને નાદિન વાઉજુર (ગફમશક્ષય ટફીષજ્ઞીિ). સરનેમ સરખી ને સંબંધ પતિ-પત્નીનો. આ વાઉજુર દંપતીના અદ્ભુત પ્રેમે આખી દુનિયાને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી મૂકી હતી. મોટેભાગે પ્રેમમાં કે પ્રેમિકા માટે પુરુષ ન કરવાનું કરી બેસે.
આ કિસ્સામાં મિશેલ વાઉજુર રીઢો ગુનેગાર. જેલમાં જવું એને સામાન્ય બાબત. આપણે તેની જીવનની ચોથી જેલ બ્રેક પર ફોકસ કરીશું. બાય ધ વે, કુલ મળીને મિશેલ વાઉજુર જીવનમાં પાંચ વખત જેલમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
કિંતુ આ પાંચમી જેલ બ્રેક સામાન્ય નહોતી, નહોતો તો માત્ર સાહસસભર ગુનો. આ અથાગ પ્રેમ, અઢળક ધૈર્ય, લાંબી-માથાકૂટ ધરાવતી વ્યૂહબાજી, અને મહિનાઓની આકરી તૈયારીની કસોટી હતી. એ પણ પાછી સ્ત્રીના અડગ સંકલ્પની હકીકતમાં ફેરવતા (દુ)સાહસની દાસ્તાન હતી. પરિણામ એવું ગજબનાક આવ્યું કે જેણે ફ્રાન્સની સૌથી અભેધ જેલની સુરક્ષા વ્યવસ્થાના માત્ર થોડી મિનિટોમાં લીરેલીરા કરી નાખ્યા હતા.
તે સમયે મિશેલ પેરિસના હૃદયમાં આવેલી ફ્રાન્સની સૌથી કડક અને સુરક્ષિત મનાતી ‘લા સાંતે’ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, એમાંય તે સશસ્ત્ર લૂંટ અને એક પોલીસ અધિકારી પર જીવલેણ હુમલાનો દોષિત જાહેર થયેલો હતો ને અદાલતે 18 વર્ષની સજા ફટકારી હતી. મિશેલને જેલમાં જરાય ન ગોઠે પણ કરવું શું? ‘લા સાંતે’ જેલની ઊંચી દીવાલો, કડક દેખરેખ અને કઠોર નિયમો હોવાને કારણે અહીંથી ભાગવાના કોઇને સપનાં ય નહોતાં આવતાં.
મિશેલ વાઉજુર પાસે જેલમાં ચુપચાપ દિવસો કાપવા સિવાયના વિકલ્પ નહોતાં.
પતિને બધાં રસ્તા બંધ દેખાતાં હતાં, ત્યારે પત્ની નાદિન ચૂપચાપ બેસી નહોતી. આ મહિલાએ એવો નિર્ણય લીધો જે કોઈ આમ આદમી એટલે કે ગુનેગાર વિચારી જ ન શકે. અન્ય કોઈ હોય તો કોઈ ગેંગની મદદ લે, જેલના સ્ટાફને લાંચ આપીને ફોડી લે. અમુક નસીબ જાગવાની રાહ જોઈને બેસી રહે.
નાદિને હેલિકૉપ્ટર ઉડાવવાનું શીખવાનો નિર્ણય લીધો. પણ સીધે રસ્તે એ શક્ય નહોતું. આથી તેણે બનાવટ કરીને ખોટા નામે ફ્લાઈંગ સ્કૂલમાં પ્રવેશ મેળલી લીધો. પછી એક શિસ્તબદ્ધ શિખાઉની જેમ મહિનાઓ સુધી શરૂ કરી તાલીમ. એની પ્રેક્ટિસ બે વર્ષ સુધી ચાલતી રહી. અંતે નાદિન પ્રાઈવેટ પાઈલટ લાઈસન્સ મેળવીને જ જંપી. તેની આકાશી ઉડાણ નહતો શોખ કે નહોતું સપનું. નાદિન વાઉજુરનું એક જ ધ્યેય, મિશન કે ગાંડપણ: પતિ મિશેલને જેલમાંથી બહાર કાઢવો.
આ તરફ મિશેલ પણ જેલની અંદર પિયરે હર્નાન્ડેઝ નામના કેદી મિત્ર સાથે મળીને પૂરો પ્લાન બનાવી લીધો હતો. આરંભિક યોજના એવી હતી કે હેલિકૉપ્ટર જેલની છત પર ઉતરાણ કરશે, પરંતુ એ માટે જગ્યા ન મળતા એ પડતું મૂકીને નવો વ્યૂહ અપનાવ્યો. હવે હેલિકૉપ્ટર હવામાં હોવર કરશે અધ્ધર ઊભું રહેશે કે ગોળગોળ ફરતું રહેશે એવું નક્કી થયું.
આ દરમિયાન મિશેલ દોરી પકડીને ચડી જાય. આ સમયે ગોળી ન ચાલે અને અંધાધુંધીનો લાભ લઈ શકાય એટલે ગાર્ડ્સને ડરાવવા જરૂરી હતું. આ માટે મિશેલે નેક્ટરિન(અમૃત) ફળોને લીલા રંગથી રંગી દીધા અને તેમને ગ્રેનેડ જેવો દેખાવ આપી દીધો.
આખરે એ દિવસ આવી પહોંચ્યો: 26 મે, 1986. નાદિને સવારે લગભગ 10:30 વાગ્યે એલોકેટ 2 (અહજ્ઞીયિિંંય ઈંઈં) નામનું હેલિકૉપ્ટર ભાડે લીધું. ભાડું હતું દર કલાકે 2200 ફ્રાંક જે તેણે રોકડમાં ચૂકવી દીધું. હવે તે સીધી હેલિકૉપ્ટર ઉડાવીને ‘લા સાંતે’ જેલની ઉપર પહોંચી. આ સાથે જ જેલમાંથી રેડિયો ચેતવણી સંભળાવા માંડી. એની સદંતર અવગણના કરીને જેલની છત ઉપર હેલિકૉપ્ટર ફેરવતી રહી.
જેલમાં ફરજ બજાવતા ગાર્ડ્સ કુતૂહલપૂર્વક ઉપર જોવા લાગ્યા. જોતાજોતામાં નાદિને ઉપરથી દોરી અને નકલી હથિયારો નીચે ફેંક્યા. પ્લાન મુજબ મિશેલ દોરી પકડીને હેલિકૉપ્ટરમાં ચઢી ગયો. તેનો દોસ્ત પિયરે અણીના સમયે ગભરાઈ ગયો અને સામે ચાલીને શરણાગત સ્વીકારી લીધી. આ અફરાતફરી વચ્ચે ન ગોળી ચાલી કે ન સમયસર અલાર્મ વાગ્યો. જેલ સત્તાધીશોને પ્રતિસાદ આપવાનો મોકો જ ન મળ્યો.
થોડી મિનિટના દિલધડક રિયલ ડ્રામા બાદ કેદી ભરથાર મિશેલ સાથે બહાદુર ભાર્યા સાથેનું હેલિકૉપ્ટર પેરિસના આકાશ ઉપરથી ઊડતું દક્ષિણ તરફ ગયું. હેલિકૉપ્ટર ‘સિટે યુનિવર્સિટી’એથ્લેટિક મેદાનમાં ઉતર્યું. આગોતરી ગોઠવણ મુજબ તૈયાર ઊભેલી કારમાં બેસીને બેઉં શહેરની ભીડમાં ઓગળી ગયા.
માત્ર ચારથી પાંચ મિનિટની અકલ્પનીય ઘટનાએ આખા ફ્રાંસને હચમચાવી નાખ્યું.
એમાંય વાઉજુરનો ચોથો ભાગવાનો પ્રયાસ હતો: 1979માં તેણે સાબુમાંથી બનાવેલી બંદૂકથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આથી ભાગેડુ કેદી અને એને ભગાવનારને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા છતાં ગુનેગાર હાથ નહોતા લાગતા. લગભગ ચાર મહિના સુધી મિશેલ અને નાદિન ફરાર રહ્યા.
પકડદાવની લાંબી રમતમાં અંતે નાદિન અને વાઉજુર ઝડપાઈ ગયા. થયું કે એક લૂંટ દરમિયાન મિશેલના માથામાં ગોળી વાગી. શરીર અંશત: લકવાગ્રસ્ત થઈ ગયું. એટલું જ નહિ, તે કોમામાં સરી પડ્યો. યોગાની મદદથી સાજો થયો. નાદિનને પણ ધરપકડ કરીને સજા આપવામાં આવી. આ ઘટનાને પગલે ફ્રાન્સની ઘણી જેલોમાં હેલિકૉપ્ટર દ્વારા થતી એસ્કેપ રોકવા માટે ઉપર જાળ અને કેબલ્સ લગાવવામાં આવ્યા.
મિશેલે કુલ 27 વર્ષ જેલમાં વિતાવ્યા, જેમાંથી 17 વર્ષ તેણે એકાંત કારાવાસમાં પસાર કર્યા. વર્ષ 2003માં રેકોર્ડ 16 વર્ષની સજા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો.
આ ઘટના એટલી પ્રસિદ્ધ થઈ કે તેના પર 1992માં કફ ઋશહહય મય હ’ફશિ નામની ફિલ્મ બની. પરંતુ હજી આ યુગલના જીવનમાં હજી એક ટ્વિસ્ટ આવવાનો બાકી હતો. જેલમાંથી મુક્તિ પછી ક્યારેક બંનેના રસ્તા જુદા પડી ગયા. હા, 2018માં પ્રકાશિત થયેલી વાઉજુરની આત્મકથા ‘લવ સેવ્ડ મી’ (કજ્ઞદય જફદયમ ખય ઋજ્ઞિળ જશક્ષસશક્ષલ) માં તેણે જામિલા નામની બીજી સ્ત્રી સાથેના લગ્નનો ઉલ્લેખ કર્યો છે!