વોશિંગ્ટન : નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા નારાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદીત નિવેદન આપ્યું છે. જેમાં તેમણે નોર્વેના વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોરને લખેલા પત્રમાં આ બાબતમાં ખુલાસો થયો છે. જેમાં તેમણે લખ્યું છે કે વિશ્વ શાંતિ વિશે વિચારવાની તેમની જવાબદારી નથી. તેમણે સ્વીકાર કર્યો છે કે ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો તેમનો પ્રયાસ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાની નિરાશા છે.
અમેરિકા માટે શું યોગ્ય અને ન્યાયી છે તે પણ વિચારી શકું છું.
આ પત્રમાં ટ્રમ્પે સંકેત આપ્યો હતો તેમને નોબેલ પુરસ્કાર ન અપાયા બાદ વૈશ્વિક બાબતો પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. તેમણે લખ્યું હતું કે, આઠથી વધુ યુદ્ધો બંધ કર્યા હોવા છતાં તમારા દેશે મને નોબેલ શાંતિ પુરસ્કાર ન આપ્યો હોવાથી વિશ્વ શાંતિ વિશે વિચારવાની મારી કોઇ જવાબદારી નથી. જ્યારે શાંતિ હંમેશા સર્વોપરી રહેશે, હું હવે અમેરિકા માટે શું યોગ્ય અને ન્યાયી છે તે પણ વિચારી શકું છું.
ટ્રમ્પે પત્રમાં જણાવ્યું હતું કે શાંતિ માટે તેમના નોંધપાત્ર કાર્ય છતાં તેમને નોબેલ પુરસ્કાર આપવાના ના આવ્યો. તેઓ હવે ગ્રીનલેન્ડ પર કબજો કરવા પગલાં લઇ રહ્યા છે. આ ઉપરાંત ગ્રીનલેન્ડ ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે. પરંતુ ટ્રમ્પે પત્રમાં ડેનમાર્કના દાવાને નકારી કાઢ્યો હતો. તેમણે ડેનમાર્કની સાર્વભૌમત્વ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ દલીલ કરી હતી કે ડેનમાર્ક રશિયા કે ચીનથી આ ટાપુનું રક્ષણ નથી કરી શકતું. તો પછી તેમની પાસે માલિકી હકો કેમ છે. જેમાં કોઈ લેખિત દસ્તાવેજો નથી ફક્ત એટલું જ કે સેંકડો વર્ષ પહેલાં ત્યાં એક બોટ આવી હતી. પરંતુ અમારી બોટ પણ ત્યાં આવી ગઈ છે.
નોર્વેના વડાપ્રધાન સ્ટોરે આ બાબતની પુષ્ટિ કરી
આ દરમિયાન નોર્વેના વડા પ્રધાન સ્ટોરે પુષ્ટિ કરી છે કે તેમને ટ્રમ્પ તરફથી આ સંદેશ મળ્યો છે. તેમણે સમજાવ્યું કે તેમણે ફિનિશ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે મળીને નોર્વે, ફિનલેન્ડ અને અન્ય ઘણા દેશો પર ટેરિફ લાદવાનો વિરોધ કરતો ટ્રમ્પને પત્ર મોકલ્યો હતો. ટ્રમ્પે આ પત્રના જવાબમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સ્ટોરે કહ્યું કે ગઈકાલે બપોરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી મને મળેલા પત્રમાં આજ વાત છે. મેં ફિનિશ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટ્રમ્પને એક પત્ર મોકલ્યો હતો. જેના જવાબમાં તેમણે મને આ પત્ર મોકલ્યો છે.