દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર, 106 સભ્યોની પ્રદેશ કારોબારીની જાહેરાત
ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપ દ્વારા સંગઠનના 106 સભ્યોની પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 79 કારોબારી સભ્યો તેમજ 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રવકતા ડો.અનિલ પટેલે જણાવ્યુ હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે પ્રદેશ કારોબારી સભ્યોની તેમજ પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની સંગઠનાત્મક નિમણુકોની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નીતિન નબીને ઉમેદવારીપત્ર ભર્યું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની પ્રક્રિયા આજથી શરૂ થઇ છે. જેમાં ભાજપના કાર્યકરી નીતિન નબીને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. આ પ્રસંગે ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
ડોનાલ્ડ ટ્રમ્પનું વિવાદીત નિવેદન, કહ્યું વિશ્વ શાંતિ મારી જવાબદારી નહિ
નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા નારાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદીત નિવેદન આપ્યું છે. જેમાં તેમણે નોર્વેના વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોરને લખેલા પત્રમાં આ બાબતમાં ખુલાસો થયો છે. જેમાં તેમણે લખ્યું છે કે વિશ્વ શાંતિ વિશે વિચારવાની તેમની જવાબદારી નથી. તેમણે સ્વીકાર કર્યો છે કે ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો તેમનો પ્રયાસ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાની નિરાશા છે.
આઇએમએફે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ વધાર્યો
ભારત માટે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં આઇએમએફ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 0.7 ટકા વધારીને 7.3 ટકા કર્યો છે. આઇએમએફ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા સારા પરિણામો અને ચોથા ક્વાર્ટરમાં મજબૂત ગતિને ધ્યાનમાં રાખીને દેશના GDP વૃદ્ધિ દરમાં આ ફેરફાર કર્યો છે.