ગુજરાતી માધ્યમમાં ભણેલા વાચકોને યાદ હશે કે કક્કો બારાખડી શીખવતી વખતે ક કમળનો કથી શરૂઆત થતી અને ણ ફેણનો ણ એવું શિક્ષક સમજાવતા. ણથી શરૂ થતો કોઈ શબ્દ ગુજરાતી ભાષામાં નથી એવું મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હતું. ઝબાન સંભાલ કે કોલમના અમેરિકા સ્થિત વાચક અશોક દવેએ ભગવદ્દગોમંડળની મદદ લઈ ખૂબ જ સરસ જાણકારી મોકલી છે જે વાચકો માટે રજૂ કરી છે.
ભગવદગોમંડલ કોશમાં ‘ણ’ થી શરૂ થતા અનેક શબ્દ આપેલા છે. મધ્યકાલીન સાહિત્યમાં ‘ણ’ નો ભરપૂર ઉપયોગ થયો છે. એના વગર મધ્યકાલીન સાહિત્ય અધૂરું છે.‘ણંદિ’ શબ્દના તો ભગવદગોમંડલમાં અગિયાર જેટલા અર્થ આપેલ છે. એ પરથી સ્પષ્ટ થાય કે આ બધા જ શબ્દો ખૂબ મોટા પ્રમાણમાં પ્રયોજાતા હશે. તો હવે પ્રશ્ન એ થાય કે અર્વાચીનકાળમાં ‘ણ’ ના શબ્દોને શા માટે ભૂલાવી દેવાયા? આટલા શબ્દ ઉપલબ્ધ હતા તો નાનાં બાળકોની દેશીહિસાબની ચોપડી કે બારાખડીની ચોપડીમાં ‘ણ’ નો કોઈ શબ્દ કેમ ન ભણાવાયો?.
નીચે આપેલા ‘ણ’ થી શરૂ થતા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ ભણાવી શકાય. ક કમળનો ક...ન નદીનો ન... તો ણ ણગનો ણ....‘ણગ’ એટલે પર્વત એમ ‘ણ’ ને ભણાવવો જોઈએ. ણંગર એટલે લંગર અથવા હળ. ણંગૂલ એટલે પૂછડું. ણંદ: સમૃદ્ધ, ણંદણ: પુત્ર, વૃદ્ધિ કે સમૃદ્ધિ. ણંદણવણ: મેરૂ પર્વત ઉપરનું એક વન. ણંદા: પડવો, છઠ અને અગિયારસ એ ત્રણ તિથિના નામ. ણંદાવત્ત : ચાર ઇંન્દ્રિય વાળો એક જાતનો જીવ, નવ ખૂણાવાળો સાથિયો. ણંદિ: આનંદ; પ્રમોદ; ઇચ્છા; અભિલાષા; ચાહના; ઇચ્છિત અર્થની પ્રાપ્તિ. ણંદીરુક્ખ એટલે પીપળો. ણઈ: નદી. ણઈવઈ: સમુદ્ર. ણક્ક: નાક. ણગ: પર્વત. ણગર: શહેર ણગરાવાસ એટલે રાજધાની, પાટનગર. યાદી ઘણી લાંબી છે, પણ આટલી જાણકારી ણ અક્ષરનો મહિમા જરૂર સમજાવી દે છે.
YOUR TONGUE तुम्हारी ज़ुबान
જીભલડી રે તને હરિ ગુણ ગાતાં આટલું આળસ ક્યાંથી રે ? કવિ દલપતરામ લખી ગયા છે. હાડકું પણ નહીં ધરાવતી જીભ હથિયારથી વધુ ઊંડા ઘા કરી શકે છે તો મલમથી પણ વધુ રાહત આપી શકે છે. એવી આ જીભલડીની અંગ્રેજી - હિન્દી કહેવતો જોઈએ. મોઢું સિવાઈ જાય કે શું બોલવું એ ખબર ન હોય ત્યારે Cat Got Your Tongue કહેવાય છે. Why are you not replying? Has cat got your tongue? તું કેમ કંઈ બોલતો નથી? મોઢામાં મગ ભર્યા છે? શું કહેવું એ નથી સમજાતું? આ અંગ્રેજી કહેવતનો હિન્દી ભાવાનુવાદ છે क्या बिल्ली ने तुम्हारी ज़ुबान काट ली? या तुम्हारे मुँह में दही जम गया है? जिसका मतलब होता है कि कोई व्यक्ति अचानक चुप क्यों है और कुछ बोल क्यों नहीं रहा, खासकर जब उनसे जवाब की उम्मीद हो, और यह अक्सर मज़ाकिया या हल्के-फुल्के अंदाज़ में पूछा जाता है. બિલાડીએ જીભ કાપી લીધી કે મોઢામાં દહીં જામી જવું એ રૂપક બોલતી બંધ થઈ ગઈ એ સંદર્ભમાં છે.
A Tongue In Cheek. આ રૂઢિપ્રયોગ બે અર્થમાં વપરાય છે. એક અર્થ ગંભીરતાથી રમૂજી કે વિનોદી વાત કરવી. બીજો અર્થ જે વધુ પ્રચલિત છે એ અનુસાર કટાક્ષમાં કહેવું. ગુજરાતીમાં દાઢમાં બોલવું પ્રયોગ છે જ ને. Speaker gave a tongue in cheek speech about the current economic condition of the country. દેશની આર્થિક પરિસ્થિતિ વિશે વક્તાએ કટાક્ષયુક્ત ભાષણ કર્યું. इस कहावत का हिंदी भाषा में मतलब है "मज़ाकिया अंदाज़ में", "व्यंग्यात्मक रूप से", या "मज़ाक-मस्ती में कही गई बात". जिसका अर्थ है कि कोई बात गंभीर होकर भी मज़ाक या व्यंग्य के तौर पर कही गई हो, जिसे सच नहीं समझना चाहिए. इसे "जीभ गाल में दबाकर" कहने जैसा समझा जा सकता है, ताकि मुस्कान या व्यंग्य दिखे लेकिन सीधे तौर पर नहीं. ગંભીરતાથી વ્યંગમાં કોઈ વાત કહેવામાં આવે અને કટાક્ષ હોવાથી એનો શબ્દાર્થ ન લેવાનો હોય.
એક પ્રચલિત પર્શિયન કહેવત છે With a sweet tongue and kindness, you can drag an elephant by a hair. મીઠી જબાન અને દયાભાવ રાખવાથી કોઈ પણ મુશ્કેલ કામ આસાનીથી થઈ જાય એવો એનો ભાવાર્થ છે. આવો જ ભાવાર્થ ધરાવતી હિન્દી કહેવત પણ છે. इससे मिलता-जुलता हिंदी मुहावरा है - जुबान ही हाथी चढ़ाए, जुबान ही सिर कटाए. कठोर बल की तुलना में प्रेम, दयालुता और मीठी वाणी से बड़ी से बड़ी मुश्किल या गुस्सैल व्यक्ति को भी वश में किया जा सकता है। હંમેશા બળ કે તાકાતથી જ કામ પાર પડે એવું નથી હોતું. ક્યારેક મધુર વાણી પણ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી આપે કે ક્રોધિત વ્યક્તિ પણ વશ કરી શકાય. The wise person has long ears and a short tongue કહેવતમાં માનવીય સ્વભાવની લાક્ષણિકતા નજરે પડે છે. ઝાઝું સાંભળે અને ખપ પૂરતું બોલે એ શાણા માણસનું લક્ષણ છે એવો કહેવતનો ભાવાર્થ છે. હિન્દીમાં આ કહેવત सुनना ज़्यादा, बोलना कम સ્વરૂપમાં હાજર છે. समझदार व्यक्ति के कान लंबे और ज़बान छोटी होती है। सुनने वाला ज़्यादा सीखता है और बोलने वाला कम। बातें कम करो, सुनो ज़्यादा। ઘણી વાર ઓછું બોલવું, વધુ સાંભળવાથી લાભ થાય છે અથવા તો એમાં શાણપણ છે એ એનો ભાવાર્થ છે.
.
દક્ષિણા અને ભીખ
દક્ષિણા: પુરાણોમાં યજ્ઞની સ્ત્રી તરીકે દક્ષિણાનો ઉલ્લેખ છે. દક્ષિણા એટલે યજ્ઞના મહેનતાણા તરીકે બ્રાહ્મણને આપવામાં આવતું ધન. પ્રાચીન સમયમાં બ્રાહ્મણોને યજ્ઞના કામના બદલામાં દક્ષિણા આપવામાં આવતી હતી, બક્ષિસ તરીકે નહીં. પુરાણકાળમાં દક્ષિણા તરીકે મુખ્યત્વે ગાય આપવામાં આવતી. તે ઉપરાંત વાછરડી અને સોનારૂપાના સિક્કા વગેરે પણ આપવામાં આવતા. રૂઢ અર્થમાં દક્ષિણા મેળવેલી વસ્તુ કે સેવાની ચુકવણી છે. દક્ષિણાનું સૌથી ગાજેલું ઉદાહરણ છે એકલવ્ય અને દ્રોણાચાર્યનું. ધનુર્વિદ્યામાં એકલવ્ય અર્જુન કરતાં ચડિયાતો સાબિત ન થાય એ માટે દ્રોણ ગુરુદક્ષિણામાં એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગી લે છે જે એકલવ્ય જરાય અચકાયા વિના આપી દે છે.
ભિક્ષા: ભીખ અને ભિક્ષાનો અર્થફેર સમજી લેવો જોઈએ. ભીખ એ દયાભાવથી અપાતી સહાયતા છે. એ આપતી વખતે પાત્રની યોગ્યતાનો મોટેભાગે વિચાર નથી કરવામાં આવતો. ભિક્ષા આપતી વખતે આશય સ્પષ્ટ હોય છે કે એ સ્વીકારનાર તેનો સદુપયોગ કરશે. વૈદિક કાળમાં બ્રાહ્મણો ભિક્ષા માગતા હતા જેથી પેટ ભરવાની ચિંતા કર્યા વિના વેદના અભ્યાસનો પ્રસાર કરી શકે. આમ અહીં હિતનું મહત્ત્વ છે. દુલા કાગની એક અદ્ભુત રચના ‘આવકારો મીઠો આપજે’માં બે પંક્તિમાં બહુ સરસ વાત કહેવાઈ છે કે ‘હે જી, તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી.’ માત્ર ભૌતિક વસ્તુથી જ ભિક્ષા આપી શકાય એવું નથી. દુખિયારાનું દુ:ખ સાંભળવા કાન ધરવા અને શક્ય હોય તો એ સંકટ થોડું કાપવું એટલે કે ઓછું કરવું એ પણ ભિક્ષાનો ઉત્તમ પ્રકાર જ કહેવાય ને.
दैनदिनी म्हणी
આજે આપણે સામાન્ય ચીજવસ્તુ રૂઢિપ્રયોગ અને કહેવતમાં વણાઈ જવાથી કેવા અર્થ ધારણ કરે છે એ વિશે જાણીએ. આજનો પહેલો પ્રયોગ છે पगडा बसणे - पगडा पडणे। પગડા એટલે ચોપાટમાં વપરાતી સોગઠી. અલબત્ત વાક્યમાં એનો વપરાશ અર્થ બદલી નાખે છે. इंग्रजी भाषेचे महत्व मान्य करुनही भारतीय भाषांवर तिचा पगडा बसणे योग्य नाही. અંગ્રેજી ભાષાનું મહત્ત્વ જરૂર સ્વીકારીએ પણ ભારતીય ભાષા પર એ ભાષા પ્રભુત્વ જમાવે એવું ન થવું જોઈએ. બીજો પ્રયોગ છે पगडी फिरविणे. પગડી એટલે પાઘડી. પગડી ફિરવીણે એટલે પાટલી બદલવી. રાજકારણ સંબંધિત વાતચીતમાં આ પ્રયોગનો વપરાશ બહોળો જોવા મળે છે.
काही वेळा निवडणूकात उमेदवार एका पक्षाच्या मतांवर निवडून येताच पगडी फिरवून दुसऱ्या पक्षात प्रवेश करतात। ઘણીવાર ચૂંટણી પછી એક પક્ષના ટેકાથી જીતનાર ઉમેદવાર પાટલી બદલી બીજા પક્ષમાં જતો રહે છે. હવે અન્ય રુઢિપ્રયોગો જાણીએ. पदरचे घालणे એટલે ખિસ્સાના પૈસા ઉમેરી રકમ ભરપાઈ કરવી. भाऊनी दिलेल्या पैशात रेश्माने आपले पदरचे पैसे घालून स्वतःची इच्छा पूर्ण केली। ભાઈએ આપેલા પૈસામાં પાસે રહેલી રકમ ઉમેરીને રેશમાએ પોતાની ઈચ્છા પૂરી કરી. पदरी घालणे એટલે સ્વાધીન કરવું અથવા કન્યા આપવી. विवाह संबंध जुळवून त्याने मुलगी पदरात घातली. યુવક યુવતીના ગુણ મળી ગયા એટલે તેમણે કન્યા વળાવવાની તૈયારી શરૂ કરી દીધી. पदरात पडणे એટલે ભાગે આવવું કે મળવું. भावाला काही मिळाले नाही. सारे धन माझ्या पदरात पडले। ભાઈને રાતી પાઈ મળી નહીં અને બધી મિલકત મારા ભાગે આવી.