કૅરિયર - કીર્તિશેખર
‘સ્માર્ટ’ શબ્દ પાંચ અંગ્રેજી અક્ષરોથી બનેલો છે. તેનો પહેલો અક્ષર ‘એસ’ - ‘સ્કિલ ફર્સ્ટ’નું પ્રતિનિધિત્વ કરે છે.
બીજો અક્ષર ‘એમ’ - ‘માર્કેટ વિઝિબિલિટી’ એટલે કે બજારમાં દેખાવાની વાત કરે છે. ત્રીજો અક્ષર ‘એ’ - ‘એક્ટિવ નેટવર્કિંગ’ એટલે કે સંપર્ક સાધવાની સક્રિય કળાને વ્યક્ત કરે છે. ચોથો અક્ષર ‘આર’ - ‘રાઇટ ટાર્ગેટિંગ’ એટલે કે સાચો લક્ષ્ય સાધવાને પ્રાથમિકતા આપે છે અને અંતિમ અક્ષર ‘ટી’ - ‘ટેક અસિસ્ટેડ ટેક અપ્રોચ’ એટલે કે ટેકનિકલ મદદ લેવાની વાત કરે છે. આનો અર્થ એ છે કે સ્માર્ટ શબ્દમાં જ નોકરી શોધવાનો સ્માર્ટ ફોર્મ્યુલા છુપાયેલો છે.
હકીકતમાં, ઝડપથી ડિજિટલાઇઝ થતી દુનિયા, ઓટોમેશન, રિમોટ વર્ક અને કૌશલ્ય-આધારિત ભરતી પ્રક્રિયાઓને કારણે, પરંપરાગત નોકરી શોધવાની પદ્ધતિઓ હવે અસરકારક રહી નથી. પરંપરાગત રીતે ક્યાંય તમારો બાયો ડેટા મોકલવો એ હવે નોકરી શોધવાની યોગ્ય રીત નથી. હવે તેના કરતાં કંઈક વધારે કરવું પડે છે. હવે તમારે યોગ્ય વ્યૂહરચના અને ડિજિટલ ઉપસ્થિતિની સાથે સાથે નેટવર્કિંગમાં પણ નિષ્ણાત બનવાની જરૂર છે.
આજનું જોબ માર્કેટ ‘જ્યાં ચાહ, ત્યાં રાહ’ જેવું નથી, પરંતુ ‘જ્યાં કુશળતા, ત્યાં તક’ જેવું બની ગયું છે. આવી સ્થિતિમાં, તમારે ખૂબ જ સ્માર્ટ રીતે તે જગ્યાઓ પર તમારી હાજરી સુનિશ્ર્ચિત કરવી પડશે, જ્યાં તમારી કુશળતાની જરૂર છે. તેથી, નોકરી શોધવાનો આજનો આ પહેલો મંત્ર છે.
કૌશલ્ય આધારિત તૈયારી
જેમ આપણે બધા જાણીએ છીએ, એકવીસમી સદીના આ ત્રીજા દાયકામાં, કંપનીઓ માટે ઉમેદવારની કુશળતા તેમની ડિગ્રી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. તેથી, જો તમે નોકરી શોધી રહ્યા છો, તો લિંકડીન ફ્યુચર ઑફ સ્કીલ્સ રિપોર્ટ 2024ને ધ્યાનમાં રાખો, જે જણાવે છે કે આજે 65% કંપનીઓ ડિગ્રી કરતાં કુશળતાને પ્રાથમિકતા આપે છે. જો કુશળતા તેમના મનપસંદની હોય, તો તેઓ પરવાહ નથી કરતા કે તમારી પાસે કઈ ડિગ્રી છે કે નથી? સવાલ એ છે કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ?
તમે જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો તેમાં 10 મુખ્ય કુશળતા ઓળખો અને સ્વયંને ઓછામાં ઓછું એકમાં નિપુણ બનાવો.
હકીકતમાં, દર ત્રણ મહિને એક નવું કૌશલ્ય અથવા એડવાન્સ કૌશલ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખો, જેથી તમે જરૂરિયાત મુજબ સ્કિલ લિટરેટ રહેશો.
હંમેશાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણને મહત્ત્વ આપો અને નોકરીની ભૂમિકા મુજબ તમારી સ્કિલને સતત અપડેટ કરો. ઉદાહરણ તરીકે,
-જો તમે માર્કેટિંગમાં છો, તો પરફોર્મન્સ માર્કેટિંગ એઆઇ ટૂલ્સ પર મજબૂત પકડ મેળવો.
-જો તમે ફાઇનાન્સ ક્ષેત્રમાં કાર્યરત છો, તો ફાઇનાન્સિયલ મોડેલિંગ ડેટા ટૂલ્સ પર તમારી કુશળતાને મજબૂત બનાવો.
-જો તમે હેલ્થ કેરના ક્ષેત્રમાં છો, તો તમારે ડિજિટલ રેકોર્ડિંગ, ટેલિકેર જેવી કુશળતામાં નિપુણ હોવું જોઈએ.
-જો તમે આઇટી/ટેક ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવી રહ્યા છો, તો તમારે ક્લાઉડ સાયબર સિક્યુરિટી ઓટોમેશન વગેરેમાં ટ્રેન્ડિંગ હોવું જોઈએ.