વોશિંગ્ટન ડી સી: કિંગડમ ઓફ ડેન્માર્કના સ્વાયત પ્રદેશ ગ્રીનલેન્ડ પર યુનાઇટેડ સ્ટેટ્સના કબજા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ વધુ આક્રમાક થઇ રહ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવતા કહ્યું કે ગ્રીનલેન્ડ પરથી રશિયન ખતરો દૂર કરવા ડેનમાર્ક કશું કરી રહ્યું નથી, ટ્રમ્પે કહ્યું કે હવે સમય આવી ગયો છે, અને આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. ટ્રમ્પના નિવેદન બાદ ગ્રીનલેન્ડ પર યુએસની લશ્કરી કાર્યવાહી શક્યતા વધી ગઈ છે.
તાજેતરમાં યુએસએ ડેનમાર્ક સહિત યુરોપિયન યુનિયનના આઠ દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી હતી. આ દેશોએ એક સંયુક્ત નિવેદન બાહર પડીને ગ્રીનલેન્ડ પર ડેન્માર્કના સાર્વભૌમત્વને સમર્થન આપ્યું. જેનાં જવાબમાં ગ્રીનલેન્ડ પર વધુ યુએસના કબજા પર વધુ ભાર મુક્યો છે. યુરોપ અને યુએસ વચ્ચે રાજદ્વારી તણાવ પણ વધી રહ્યો છે.

ટ્રમ્પ વિફર્યા:
ટ્રમ્પ અગાઉ દાવો કરી ચુક્યા છે કે રશિયા અને ચીનના જોખમ સામે યુએસની સુરક્ષામાટે ગ્રીનલેન્ડ મહત્વનો પ્રદેશ છે. હવે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી લખ્યું, “નાટો 20 વર્ષથી ડેનમાર્કને કહી રહ્યું છે કે તમારે ગ્રીનલેન્ડથી રશિયન જોખમને હટાવવું જોઈએ. દુર્ભાગ્યવશ, ડેનમાર્ક આ વિષે કશું કરી રહ્યું નથી.”
ટ્રમ્પે કડક ચેતવણી આપતા લખ્યું "હવે સમય આવી ગયો છે, અને આ કાર્ય પૂર્ણ થઇને રહેશે!!!"
યુએસ અન યુરોપ વચ્ચે રાજ્દ્વારીય તણાવ:
નોંધનીય છે કે ટ્રમ્પે છે ગ્રીનલેન્ડ ખરીદવા ડેનમાર્ક સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી અને તે યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ નહીં બને. યુરોપના કેટલાક દેશોએ ડેન્માર્કને સમર્થન આપ્યું હતું.
ટ્રમ્પેનો દાવો છે કે રશિયાની ગ્રીનલેન્ડમાં હાજરીને કારણે યુએસની સુરક્ષાને જોખમ છે. ડેન્માર્ક અને અન્ય યુરોપિયન અધિકારીઓએ જણાવ્યું કે ગ્રીનલેન્ડને પહેલાથી જ નાટોના સુરક્ષા કરાર હેઠળ આવરી લેવામાં આવ્યું છે.
ટ્રમ્પે શનિવારે ડેન્માર્ક અને તેને સાથ આપનારા નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને ફિનલેન્ડ પર 10 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી. આઠ દેશોએ ગ્રીનલેન્ડમાં થોડી સંખ્યામાં સૈનિકો મોકલ્યા છે.