ઢાકાઃ બાંગ્લાદેશમાં અત્યારે હાલત ખૂબ જ ખરાબ છે. પહેલા રાજકીય ઉથલપાથલ થઈ, પછી હિંદુઓ સહિત લઘુમતીઓ પર અત્યાચાર શરૂ થયો છે. આ દરેક મુદ્દાઓને ધ્યાને રાખતા વિશ્વમાં બાંગ્લાદેશની સ્થિતિ વધારે ખબાર થઈ છે. ખાસ કરીને લઘુમતીઓ (હિન્દુ-ખ્રિસ્તી) વિરુદ્ધ હિંસાના કારણે બાંગ્લાદેશ દેશની વૈશ્વિક સાખ પર ગંભીર અસર પડી છે. આનું પરિણામ એવું થયું કે હવે વિશ્વના અનેક દેશો બાંગ્લાદેશીઓને વિઝા આપવામાં ખચકાઈ રહ્યા છે. તેનું કારણ પણ છે કે, હવે વિઝા માટે બાંગ્લાદેશીઓએ ભારે રકમ ચૂકવવી પડશે.
બાંગ્લાદેશ માટે અમેરિકી દૂતાવાસે જાહેર કર્યો નવા નિયમો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોમવારે અમેરિકી સરકારે પણ મોટો નિર્ણય લઈને બાંગ્લાદેશીઓ માટે વિઝા નિયમો કડક કરી દીધા છે. અમેરિકી દૂતાવાસે નવો નિયમ જાહેર કર્યો છે, જે 21 જાન્યુઆરી 2026થી લાગુ થઈ જવાના છે. હવે તમામ બાંગ્લાદેશી નાગરિકોએ B-1/B-2 વિઝા માટે મહત્તમ 15,000 ડોલર (લગભગ 18 લાખ ટકા)નો બોન્ડ જમા કરવો ફરજિયાત છે. ઓગસ્ટ 2024માં શેખ હસીના સરકારનનું પતન થયું ત્યાર બાદ અમેરિકા દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વિઝા માટે કેટલીક ચેતવણી પણ આપવામાં આવી
વિઝા ઇન્ટરવ્યૂ પહેલાં બોન્ડ ચૂકવાનો રહેશે, પરંતુ તેનો મતલબ એવો નથી કે, વિઝા ફાઈનલ મળી જશે. જો વિઝા ધારક અમેરિકામાં મર્યાદિત સમયમાં જઈને પરત ન આવે તો બોન્ડ કપાઈ જશે. અગાઉના વિઝા ધારકોને આ નિયમ લાગુ નહીં પડે. દૂતાવાસે સ્કેમર્સથી સાવધાન રહેવાની ચેતવણી પણ આપી છે. આ સાથે બાંગ્લાદેશની આ સ્થિતિ વિઝા ઓવરસ્ટે અને અવૈધ રહેઠાણના દુરુપયોગને કારણે છે. બાંગ્લાદેશીઓ અમેરિકામાં ગયાં પછી પાછા આવતા નથી અને ત્યાં ગેરકાયદે વસવાટ કરે છે તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અન્ય દેશોએ પણ બાંગ્લાદેશ સાથે કડક વલણ અપનાવ્યું
બાંગ્લાદેશ સામે આવા કડક નિર્ણય માત્ર અમેરિકા જ નહીં પરંતુ અન્ય દેશો પણ આવું જ કડક વલણ અપનાવી રહ્યાં છે. આનાથી બાંગ્લાદેશીઓની મુશ્કેલી વધી જશે અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર અસર પડશે. લઘુમતી હિંસા અને રાજકીય અરાજકતાના કારણે વિશ્વના ઘણાં દેશે ચિંતિત છે. જેથી બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધી શકે છે. એકબાજુ દેશમાં સ્થિતિ વધારે વિકટ બની છે અને હવે વિદેશી દેશો પણ તેની સામે આકરૂ વલણ અપનાવી રહ્યાં છે. આ મામલે બાંગ્લાદેશ સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. .