Mon Jan 19 2026

Logo

White Logo

ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર, : 106  સભ્યોની પ્રદેશ કારોબારીની જાહેરાત

8 hours ago
Author: chandrakant kanojia
Video

ગાંધીનગર : ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં  ભાજપ દ્વારા સંગઠનના 106 સભ્યોની  પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 79 કારોબારી સભ્યો તેમજ 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રવકતા ડો.અનિલ પટેલે જણાવ્યુ હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે  પ્રદેશ કારોબારી સભ્યોની તેમજ પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની સંગઠનાત્મક નિમણુકોની જાહેરાત કરવામાં આવી છે. 

 

 

પ્રદેશ હોદ્દેદારોની આ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી 

ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિતના કુલ 106 લોકોની પ્રદેશ કારોબારી હોય છે. જે પૈકીના પ્રદેશ હોદ્દેદારોની આ અગાઉ જાહેરાત કરી દેવામાં આવી છે અને પ્રદેશ કારોબારીના બાકી રહેતા સભ્યોની સંગઠનાત્મક નિમણુક કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્રના સભ્યોને સ્થાન અપાયુ 

આ પૂર્વે સંગઠનમાં કે મંત્રીમંડળમાં રાજકોટની બાદબાકી થઈ હતી. પરંતુ જમ્બો કારોબારીમાં વિજયભાઈ જૂથને પણ સામેલ કરાયુ છે. આ  ઉપરાંત બાગી અને સ્પષ્ટ વક્તા નેતાઓને પણ સ્થાન મળ્યું છે. જેમાં વજુભાઈ વાળાને ઘણા સમય પછી કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

તેમજ  કારોબારીમાં સૌરાષ્ટ્રના 22 સભ્યોને લેવામાં આવ્યા છે. જ્યારે વિશેષ આમંત્રિત સભ્યોમાં સૌરાષ્ટ્રના 10 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે  કારોબારીમાં કચ્છને સ્થાન નથી મળ્યું. પરંતુ વિશેષ આમંત્રિતમાં કચ્છના એક સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.