નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન આજે ભારતના પ્રવાસે આવ્યાં છે. આ પ્રવાસની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. કારણ કે તેઓ માત્ર 1.45 કલાક માટે જ ભારત આવ્યાં છે. આ કોઈ પણ રાષ્ટ્રપતિની વિશ્વની સૌથી નાની વિદેશ યાત્રા છે. વિદેશ મંત્રાલય અનુસાર, તેઓ માત્ર 1 કલાક 45 મિનિટ માટે ભારત પહોંચ્યા હતા. આટલા ટૂંકા સમય માટે મોટા દેશના રાષ્ટ્રાધ્યક્ષનું આગમન આશ્ચર્યજનક છે. આખરે તેઓ શા માટે ભારત આવ્યાં છે?
પીએમ મોદીનું UAEના રાષ્ટ્રપતિને આપ્યું હતું ખાસ આમંત્રણ
મીડિયા અહેવાલો પ્રમાણે આ સંક્ષિપ્ત મુલાકાત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વના વિષયો પર ચર્ચા કરી છે. સૂત્રાના જણાવ્યાં પ્રમાણે તેઓ પીએમ મોદીના ખાસ આમંત્રણના કારણે ભારત આવ્યાં છે. એટલે સમજી શકાય કે ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન આ બંને નેતાઓ વચ્ચે મિત્રતા કેટલી મજબૂત હશે. આ મુલાકાત દરમિયાન ખાસ કરીને મુદ્દાની વાતો પર જ ચર્ચા કરવામાં આવશે.
UAEના રાષ્ટ્રપતિની આ ત્રીજી ભારત યાત્રા
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ બન્યા પછી મોહમ્મદ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન આ ત્રીજી ભારત મુલાકાત છે. તેઓ પીએમ મોદીના ખાસ આમંત્રણ પર બે કલાકની મુલાકાતે છે. પરંતુ આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને દેશો વચ્ચેનો વેપાર પહેલાથી જ આશરે 100 બિલિયન ડોલરથી વધુ છે. UAE ભારતને ક્રૂડ ઓઇલ, LNG અને LPGનો મુખ્ય સપ્લાયર છે. આ જ કારણ છે કે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચેની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મધ્ય પૂર્વમાં અસ્થિરતા પણ બંને નેતાઓ વચ્ચેની મુલાકાતનું મહત્વ વધારે છે. બની શકે કે આ બંને દેશો આગામી સમય માટે કોઈ યોજના પણ બનાવી રહ્યાં હોય! કારણ કે, અત્યારે મધ્ય-પૂર્વમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.