વડોદરાઃ વડોદરા ભાજપમાં અંદરોઅંદર ખટરાગ ચરમસીમાએ પહોચીં ગયો છે. ‘વિકાસના કામો’ અટક્યા હોવાની ફરિયાદ ખુદ સત્તાપક્ષના નેતાઓ એટલે કે ધારાસભ્યો જ કરી રહ્યાં છે. તેમ છતાં વિકાસના દાવાઓ તો કરવામાં આવી જ રહ્યાં છે. થોડા સમય પહેલા વડાદોરાના પાંચ ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યો હતો. તેમાં અધિકારીઓ તેમનું કામ નથી કરતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હવે તેવામાં ફરી એક નવી વાત મળી છે કે, આજે જિલ્લા સંકલન સમિતિની મિટિંગમાં કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા ગેરહાજર રહ્યાં છે.
જિલ્લા સંકલન સમિતિની મિટિંગમાં આ ત્રણ ધારાસભ્યો ગેરહાજર
આજે મળેલી જિલ્લા સંકલન સમિતિની મિટિંગમાં આ ત્રણ ધારાસભ્યો કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા ગેરહાજર રહ્યા તેનું કારણ શું? આ પ્રશ્ન થઈ રહ્યો છે. હવે આ મામલે ધારાસભ્યોનું કહેવું છે કે, અમારા જૂના વિકાસના કામો જ પૂરા થયાં જ નથી તો પછી નવી મીટિંગમાં આવીને શું કામ છે? એટલે મૂળ વાત વિકાસના કામોની છે. જેમાં અધિકારીઓ ધારાસભ્યોની અવગણના કરી રહ્યાં છે. થોડા સમય પહેલા જ આ પાંચેય ધારાસભ્યોએ CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને બળાપો કાઢ્યો હતો.
સત્તાપક્ષના જ ધારાસભ્યો કામ નથી થતાની ફરિયાદ કરે છે!
એક તરફ ગુજરાતમાં વિકાસની વાતો થાય છે અને બીજી બાજું સત્તાપક્ષના જ ધારાસભ્યો કામ નથી થઈ રહ્યાની ફરિયાદ કરે છે. એટલે કે, એક તરફ બહિષ્કાર તો હતો જ અને બીજી તરફ ફરી નવા વિવાદો સામે આવ્યાં છે. આ વિવાદ હવે ક્યાં સુધી પહોંચવાનો છે. શું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ? કારણે ધારાસભ્યોએ પત્ર લખ્યાને આજે 10 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજી રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.