Tue Jan 20 2026

Logo

White Logo

સ્વામી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય લખવા મુદ્દે : માઘ મેળા ઓથોરિટીએ ફટકારી નોટિસ, કહ્યું....

4 hours from now
Author: Devayat Khatana
Video

પ્રયાગરાજ: મૌની અમાવસ્યા પર સ્નાન ન કર્યા બાદ ધરણા પર બેઠેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પ્રયાગરાજ મેળા ઓથોરીટીએ નોટિસ મોકલી છે. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા તેના કેસને ટાંકીને પૂછવામાં આવ્યું છે કે તેઓ પોતાને કઇ રીતે શંકરાચાર્ય કઇ રીતે ગણાવી શકે. ઓથોરીટીએ તેમની પાસેથી 24 કલાકમાં જવાબ માંગ્યો છે. 

મળતી વિગતો અનુસાર, માઘ મેળામાં મૌની અમવસ્યાના સ્નાન પર્વ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રાને રોકવાના મુદ્દે ચગેલા વિવાદમાં વળાંક આવ્યો છે.  માઘ મેળા ઓથોરીટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ પાઠવી છે. મેલ ઓથોરીટીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને પ્રશ્ન કર્યો છે કે સુપ્રીમ કોર્ટનો રોક હોવા છતાં તેમણે પોતાના ણામની આગળ શંકરાચાર્ય કઇ રીતે પ્રયોજ્યું છે?

મેળા ઓથોરીટીએ  સુપ્રીમ કોર્ટના આદેશના વિચારાધીન સિવિલ અપીલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે  આ સંદર્ભે હજુ સુધી કોઈ જ આદેશ આપવામાં આવ્યો નથી, આ સ્થિતિમાં કોઈ પણ ધર્માચાર્ય જ્યોતિષપીઠના શંકરાચાર્યના રૂપમાં પટ્ટાભિષેક થઈ શકે નહિ. જો કે તેમ છતાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મેળાના ક્ષેત્રમાં લગાવવામાં આવેલા શિબિરના બોર્ડમાં તેમના નામની આગળ શંકરાચાર્ય લખવામાં આવ્યું હતું. આ મુદ્દે મેળા ઓથોરીટીએ 24 કલાકમાં આ અંગે જવાબ માંગ્યો છે. 

શું હતી સમગ્ર ઘટના? 
માઘ મેળા દરમિયાન જ્યારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના મોટી સંખ્યામાં અનુયાયીઓ સાથે સંગમ સ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શંકરાચાર્ય પરવાનગી વગર 200-250 લોકોના ટોળા સાથે બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, જેનાથી સુરક્ષા જોખમાઈ શકે તેમ હતી. આ રોકટોકને કારણે અફરાતફરી મચી ગઈ હતી અને નારાજ થઈને શંકરાચાર્ય સ્નાન કર્યા વગર જ પરત ફર્યા હતા.