નવી દિલ્હી : તમિલનાડુના કરૂર ભાગદોડ કેસમાં અભિનેતા થલાપતિ વિજય આજે બીજી વખત સીબીઆઇ સમક્ષ હાજર થયા છે. આ કેસમાં વિજયની બીજી વાર પૂછતાછ કરવામાં આવી રહી છે. આ પૂર્વે 12 જાન્યુઆરીના રોજ પૂછતાછ કરવામાં આવી હતી. સીબીઆઇએ આ વખતે થલાપતિ વિજય સાથે નવ પોલીસ કર્મીઓની પૂછતાછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અભિનેતા વિજયના ચાહકોની ભીડ સીબીઆઇ ઓફિસની બહાર એકત્ર થઇ હતી.
સીબીઆઇ ટીમ દિવસભર પૂછપરછ કરશે
અભિનેતા થલાપતિ વિજયની ભ્રષ્ટાચાર વિરોધી એકમના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ-રેન્કના અધિકારીના નેતૃત્વ હેઠળ ટીમ દિવસભર પૂછપરછ કરશે. 12 જાન્યુઆરીના રોજ સીબીઆઈ હેડક્વાર્ટરમાં વિજયની છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ગયા મંગળવારે તેમને ફરીથી હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.પરંતુ અભિનેતાએ પોંગલનો ઉલ્લેખ કરીને બીજી તારીખ માંગી હતી.
ફેન્સ દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો
હાલ અભિનેતા થલાપતિ વિજયની સીબીઆઇ ઓફિસમાં હજુ પણ પૂછતાછ ચાલુ છે. જે દરમિયાન તેમના ફેન્સ સીબીઆઇ ઓફિસની બહાર એકત્ર થયા છે. આ કેસમાં ફેન્સ દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો છે. આ અંગે ફેન્સ જણાવી રહ્યા છે આ દુર્ઘટનાથી થલાપતિ વિજય દુ: ખી થયા હતા. પરંતુ તેની માટે માત્ર તેમને જવાબદાર ગણાવા યોગ્ય નથી. આ દુર્ઘટના સમયે તેની સુરક્ષા વ્યવસ્થા યોગ્ય ન હતી.