રશ્મિ શુકલ
એક સમય હતો જ્યારે ઝડપી રહેવું એ માત્ર ગતિશીલતાનું કારણ જ નહીં પણ સફળતાની નિશાની હતી. તેથી જ લોકોએ સફળતા પાછળ આંધળી દોટ મૂકી છે. ફાસ્ટ ઈન્ટરનેટ, બુલેટ ટ્રેન, એક મિનિટમાં સો ખબરો અને ત્રણ મહિનામાં કેરિયરમાં અવ્વ્લ આવવું આ બધું જ વેગવાન હોવું એની નિશાની છે, પરંતુ હવે લોકો આ ભાગદોડવાળા જીવનથી થાક્યા છે. આ કારણે જ 2026માં આ ગતિશીલતાથી લોકો રોમાંચ નથી અનુભવતા પરંતુ ધીમી ગતિનાં પરિબળો શોધી રહ્યા છે. અને હવે પૂરી દુનિયામાં લોકો સ્લો લાઈફ ઈચ્છી રહ્યા છે. અમેરિકાથી લઈને આફ્રિકા સુધી આ સ્લો લાઈફ એક સ્ટેટસ સિમ્બલ બની ચુકી છે. કારણકે હવે માણસો મશીન બનીને થાકી ચુક્યા છે હવે તેઓ પોતાની જાતને મળવા માગે છે.
સ્લો લાઈફ, આળસ નહિ, એક ચેતના: ઘણી વખત ધીમી રફતારને આળસનું કારણ માનવામાં આવે છે. જોકે ફાસ્ટ લાઈફને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બર્નઆઉટ અને ડિપ્રેશનનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. અને હવે સ્લો લાઈફ તરફ વળવું એ આળસ નથી પરંતુ નવી ચેતનાનું કારણ માનવામાં આવે છે. એનાં કારણો નીચે મુજબ છે.
- સ્લો લાઈફનું કારણ કામને અધૂરું મૂકવું નથી. જીવનશૈલીમાં બાંધછોડ કરવી નથી કે ઘરમાં પડ્યું રહેવું પણ નથી. પરંતુ સ્લો લાઈફનો અર્થ એ છે કે ઓછું પણ અર્થપૂર્ણ કામ કરવું.
- સ્લો લાઇફનો અર્થ એ છે કે, એ સ્થાનીય જીવનનો આનંદ માણવો અને પારિવારિક જીવન પણ માણવું.
- સ્લો લાઇફનો અર્થ એ છે કે, સંબંધોમાં ગુણવત્તા વધારવી નહિ કે, સંબંધોની સંખ્યા વધારવી.
- સ્લો લાઇફનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે, હંમેશાં બધા માટે ઉપલબ્ધ રહેવાની મજબૂરીથી મુક્ત થવું.