કોચી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોચીમાં ભાજપ અને આરએસએસ પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું આ લોકો સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.જ્યારે કોંગ્રેસ સત્તાના વિકેન્દ્રીકરણના વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે કેટલાક કોર્પોરેટ ગૃહો દેશની સંપત્તિ પર નિયંત્રણ રાખવા માંગે છે.
કોર્પોરેટ ગૃહો દેશની સંપત્તિ પર પોતાનો અંકુશ સ્થાપિત કરવા માંગે છે
કોચીમાં કોંગ્રેસ મહાપંચાયતમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપ ઇચ્છે છે કે દેશમાં દરેક મૌન રહે અને ફક્ત થોડા કોર્પોરેટ્સ જ સમૃદ્ધ થાય. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે તે લોકશાહી અવાજને દબાવી રહી છે. જેથી થોડા કોર્પોરેટ્સને ફાયદો થાય. આ કોર્પોરેટ ગૃહો દેશની સંપત્તિ પર પોતાનો અંકુશ સ્થાપિત કરવા માંગે છે.
કેરળના લોકોને કોઈ ચૂપ નહિ કરાવી શકે
રાહુલ ગાંધીએ કહ્યું, હું 100 ટકા વિશ્વાસ સાથે કહી શકું છું કે કેરળના લોકોને કોઈ ચૂપ નહિ કરાવી શકે. કોંગ્રેસ મહાપંચાયતનું આયોજન કેરળમાં સ્થાનિક સંસ્થાઓમાં કોંગ્રેસના પ્રતિનિધિઓનું સન્માન કરવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કરી રહેલી કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ જણાવ્યું હતું કે કોચીના મરીન ડ્રાઇવ ખાતે આયોજિત પંચાયતમાં 15,000 થી વધુ ચૂંટાયેલા કોંગ્રેસના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.