Tue Jan 20 2026

Logo

White Logo

મણિકર્ણિકા ઘાટ રીડેવલોપમેન્ટ વિઝ્યુઅલ શેર કરતા પહેલા ચેતજો! યુપી પોલીસ કરી રહી છે કાર્યવાહી : -

1 day ago
Author: Savan Zalariya
Video

વારાણસી: મણિકર્ણિકા ઘાટ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્મશાન સ્થળોમાંનો એક છે. હાલ ઘાટ પર  ચાલી રહેલા રીડેવલોપમેન્ટ અને બ્યુટિફિકેશન કાર્ય અંગે વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશ સરકાર અને વડાપ્રધાન મોદીની આકરી કરવામાં આવી રહી છે. એવામાં ઉત્તર પ્રદેશ પોલીસે AI જનરેટેડ વિઝ્યુઅલ્સ અને ફેક ન્યુઝ ફેલાવવાનો આરોપો સાથે આઠ FIR નોંધી છે. 

ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મણિકર્ણિકા ઘાટના  રીડેવલોપમેન્ટ અને બ્યુટિફિકેશન કાર્ય અંગે મોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. ઘાટ પર હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડવામાં આવી રહી હોવાના વિઝ્યુઅલ્સ શેર કરવામાં આવ્યા હતાં. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ વિઝ્યુઅલ્સ AI જનરેટેડ છે.

રીપોસ્ટ કરનારા સામે પણ કાર્યવાહી!
પોલીસે જણાવ્યું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા, ફેક ન્યુઝ ફેલાવવા, લોકોમાં રોષ ભડકાવવા અને સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના હેતુથી આવા વિઝ્યુઅલ્સ શેર કરવામાં આવ્યા હતા. સમાજમાં સરકાર વિરોધી માનસિકતા પેદા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

પોલીસના જણાવ્યા મુજબ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ 8 FIR દાખલ કરવામાં આવી હતી. માત્ર વિઝ્યુઅલ્સ અપલોડ કરનારા સામે જ નહીં પણ તેને રીપોસ્ટ કરનારા અને તેના પર કમેન્ટ કરનારાઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિપક્ષના સરકાર પર આરોપ:
કોંગ્રેસ પાર્ટીએ તેના ઓફિશિયલ X હેન્ડલથી એક વિડીયો ક્લિપ પોસ્ટ કરી હતી, જેના કેપ્શનમાં લખ્યું હતું: “મણિકર્ણિકા ઘાટને તોડી પાડવો એ ફક્ત એક ઘાટને તોડવાની ઘટના નથી. તે ભારતની ઓળખ, સંસ્કૃતિ અને વારસો ભૂંસવાનો પ્રયાસ છે.”

કોંગ્રેસે મણિકર્ણિકા ઘાટના રીડેવલોપમેન્ટની સરખાણી અમૃતસરના જલિયાંવાલા બાગના બ્યુટિફિકેશન સાથે કરી. પાર્ટીએ લખ્યું કે "સ્વતંત્રતા સેનાનીઓનું નામ ભૂંસી નાખવામાં આવ્યું હતું અને લેઝર લાઇટ્સ લગાવવામાં આવી હતી."

 

 

NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ પણ ઘાટ પર રીડેવલોપમેન્ટને  ખૂબ જ ચિંતાજનક ગણાવ્યું હતું અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને હસ્તક્ષેપ કરવામાંગ કરી હતી.

મુખ્ય પ્રધાન યોગીની સ્પષ્ટતા:
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિપક્ષના આરોપો નકારી કાઢ્યા હતાં. તેમણે કહ્યું કે કોંગ્રેસ AI દ્વારા જનરેટ કરેલા વીડિયો બનાવીને મંદિર તોડી પાડવામાં આવી રહ્યું હોવાનો ખોટો પ્રચાર કરી રહી છે.