જ્યોતિષશાસ્ત્રમાં મેષથી મીન એમ 12-12 રાશિઓની ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ સાથે સાથે જ દરેક રાશિના સ્વામી અને કઈ રાશિના જાતકો પર કયા દેવ-દેવીની કૃપા રહે છે એની માહિતી પણ આપવામાં આવી છે. આજે આપણે વાત કરીશું દેવોના દેવ મહાદેવની મનગમતી રાશિઓ વિશે... મહાદેવની મનગમતી રાશિઓ વિશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સોમવારનો દિવસ મહાદેવજીને સમર્પિત હોય છે. ભગવાન મહાદેવ પોતાના ભક્તોને હંમેશા જ સુખ-સમૃદ્ધિ તથા ખુશીના આશીર્વાદ આપે છે. આમ તો ભોળેનાથના આશીર્વાદ દરેક ભક્ત પર રહે છે, પરંતુ કેટલીક રાશિઓ ભગવાન શિવજીને ખૂબ જ વ્હાલી છે. આ રાશિના જાતકો પર હંમેશા જ મહાદેવજીની કૃપા વરસે છે, જીવનમાં કોઈ કષ્ટ નથી આવતું અને કોઈ સંકટ તેમને સ્પર્શી પણ નથી શકતું. આજે સોમવારે આપણે જાણીશું ચાલો જાણીએ ભગવાન શિવજીની પ્રિય રાશિઓ કઈ છે?
મેષ:
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી અનુસાર ભગવાન શિવજીને મેષ રાશિ ખૂબ પ્રિય છે. આ રાશિના સ્વામી મંગળ દેવ છે. મેષ રાશિના જાતકો પર હંમેશા મહાદેવની કૃપા વરસે છે. મેષ રાશિના લોકો જો ભોળેનાથની પૂજા કરે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ રાશિના જાતકોના સંકટ મહાદેવજી હરી લે છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંથી એક છે અને વૃશ્ચિક રાશિના સ્વામી પણ ગ્રહોના સેનાપતિ એવા મંગળ દેવ છે. વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ મહેનતું માનવામાં આવે છે. ભગવાન શિવ તેનો સાથ આજીવન આપે છે. વૃશ્ચિક રાશિના લોકો દરેક સ્થિતિનો સામનો સાહસ સાથે કરે છે અને ભોળાનાથી કૃપા આ રાશિના જાતકો પર અવિરતપણે વરસતી રહે છે.
મકર:
મકર રાશિના જાતકોને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે મકર રાશિ પણ શિવજીની મનગમતી રાશિ છે. મકર રાશિના જાતકોને જીવનમાં અપરંપાર સંપત્તિ અને સફળતા મળે છે. મકર રાશિના લોકોએ શિવને પ્રસન્ન કરવા માટે તેમની દરરોજ પૂજા કરવી જોઈએ. ભોળાનાથ આ રાશિના જાતકોને સંકટમાંથી ઉગારી લે છે.
કુંભ:
કુંભ રાશિ પણ ભગવાન શિવજીની પ્રિય રાશિઓમાંથી એક છે. કુંભ રાશિના જાતકો દિલના એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે. આ રાશિના જાતકોને ભગવાન શિવની કૃપાથી સફળતા માટે વધુ મહેનત કરવી પડતી નથી. કુંભ રાશિના જાતકો પર શિવજીના વિશેષ મહેર રહે છે અને તેઓ તેમની મનોકામના પૂરી કરે છે.
મીન:
મીન રાશિ પણ ભગવાન શિવજીની પ્રિય રાશિઓમાંથી એક છે. મીન રાશિના જાતકો જીવનમાં ક્યારેય હતાશ થતાં નથી અને સફળતા મેળવવા માટે થાક્યા વિના અવિરતપણે પ્રયાસ કરે છે. આ જ કારણસર ભગવાન શિવની કૃપા મીન રાશિના જાતકો પર વિશેષ રહે છે. આ રાશિના જાતકોના જીવનમાં સુખ-સમૃદ્ધિની કમી ક્યારેય રહેતી નથી.