ઓટોમેશન - રોબોટિક્સ માણસની ક્રિએટિવિટીનો ખો કાઢશે ?
ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ
AI એટલે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ. ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ડિવાઈસ જેટલા અપટેડ નથી થતાં એટલું AI અપડેટ થઈ રહ્યું છે. દર બીજા દિવસે એક નવી એઆઈ એપ્લિકેશન માર્કેટમાં આવે છે. હકીકત એ પણ સ્વીકારવા જેવી છે કે, તે જેટલી ઝડપથી માર્કેટમાં આવે એ જ ગતિથી માર્કેટમાંથી આઉટ પણ થઈ જાય છે. જીબલી આર્ટ યાદ છે? કોઈપણ ફોટાને કાર્ટૂનનું રૂપ આપી દે તે. એ પહેલા ફોટોમોર્ફિંગનું ટેકનિકલ દૂષણ શરૂ થયં્ હતું. એ પછી ડીપફેક આવ્યું. AI ના વિશાળ દરિયામાં હાલ એઆઈ જનરેટેડ ઈમેજ અને વિડિયોનું મોજું સર્વત્ર ફરી વળ્યું છે, બીજી તરફ પ્રોમ્પ આધારિત પ્રોડક્શન વધ્યું છે. એઆઈ આવ્યા બાદ એ વાત તો સાબિત થઈ ગઈ કે, યોગ્ય રીતે ઈનપુટ કે સર્ચ કરતા આવડતું હોય તો કોઈ મોટા કોમ્પ્યુટેશનની જરૂર નથી AI એ આ જ લાઈનને ધ્યાને રાખીને ઘણીય વસ્તુઓનું સર્જન કર્યું છે. ડીપસેક એ ચીનનું AI છે. એની પાછળ ચીને કરોડો રૂપિયા અત્યાર સુધીમાં વાપરી નાંખ્યા છે. આ દેશનું લક્ષ્ય ટેક્નોલોજીના ક્ષેત્રમાં રોબોટિક્સથી લઈને AI સુધી એવું સ્વાવલંબન પ્રાપ્ત કરવાનું છે કે, મશીન દ્વારા તે માણસને ટાળી દે એવા ઉત્પાદનો વિકસાવવા. પહેલો સગો તે પાડોશી પણ ચીનના સંદર્ભે આ વાત ખોટી પડે. પહેલો ઘા મારનાર જ પાડોશી એવું છે.
ડીપફેક પાછળ ચીને 600 અબજ ડૉલરની ખોટ ખાધી છે, જેની અમેરિકી માર્કેટમાં પણ સીધી અસર થઈ હતી. શેરમાં ધોવાણ થતા ખોટની ખટાશે અમેરિકાને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા, કારણ કે, અમેરિકાના ટેક્નોક્રેટને પણ આ નવી વસ્તુ આકર્ષી ગઈ હતી. ડીપફેક એટલું પાવરફૂલ છે કે, એના માટે કોઈ જ પ્રકારના કોમ્પ્યુટિંગની જરૂર નથી. જેટલું સ્પષ્ટ ઈનપુટ એટલું જ સચોટ આઉટપુટ. એ પછી ડેટા હોય, ઈમેજ હોય કે એક આખા ગામનો. AI વીડિયો જ કેમ ન બનાવવાનો હોય. ઉપયોગમાં સરળ, બનાવવામાં સસ્તી અને વેપારીઓનું આગળીના વેઢે કામ કરતી આપતી એપ છે જેને કેટલાય દેશને પ્રભાવિત કર્યા. AI નામ કેટલાંક સર્જનમાં અમેરિકામાં ચીનથી આગળ છે. આ દેશે ખરા અર્થમાં સ્માર્ટવર્ક કર્યું. ટેકનોલોજી પોતાની અને કોન્સેપ્ટ ચીનના વાપરી લીધા. 15000 આઈટી કંપનીઓમાં. AI ઓટોમેશન લાગુ કરી દીધું. સતત નવી નવી અપડેટ સાથે આવતી એ AI એપ શું હવે માણસની વિચારવાની કે કલ્પના કરવાની શક્તિ છીનવી લેશે? આ સવાલ પર હવે અમેરિકાના જ ટેક્નોક્રેટ મૂંઝવણમાં છે. એક જ ક્લિક પર સ્ક્રિન પર બધુ તૈયાર થઈ જાય તો ડેટા ક્લેક્શન, ડેટાબેઝ ટેક્નોલોજી અને એમાંથી લખાતી કે બનતી મૌલિકતા સામે અનેક પ્રશ્નો છે.
AI નોકરી ખાઈ જશે એ સવાલ તો હજારો કિલોમીટર દૂર છે પણ એના પ્રોગ્રામિંગ પછી એની સરળ અને સ્પષ્ટ માહિતી માટેનો અવકાશ પણ મર્યાદિત છે એવું અમેરિકાના જ વિદ્વાનો માની રહ્યા છે. ટ્રમ્પ સરકાર આવ્યા બાદ સૌથી વધુ ફોક્સ અઈં પર રહ્યું છે. સત્તા પર આવ્યાના બીજા જ દિવસે 20 ડેટાસેન્ટર તૈયાર કરવાના આદેશ આપી દીધા. દુનિયાભરના ડેટાનું ઊધીયું બનાવીને જગતજમાદાર ક્યું તીર મારશે? રામજાણે. શસ્ત્રો વેચીને તિજોરી ભરનાર અમેરિકાએ અઈં પાછળ 290 કરોડનું રોકાણ કર્યું છે. નિષ્ણાંતો એવું કહે છે કે, આ માત્ર અમેરિકાનો સરકારી આંકડો છે હકીકત એ પણ છે કે, એનાથી બમણા તો ખર્ચાઈ ગયા છે. કોઈ નક્કર પરિણામ હજુય નથી. વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો રિપોર્ટ કહે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકાની આઈટી ખાનગી કંપનીઓએ વિકાસ સારો કર્યો છે, હવે સર્વશ્રેષ્ઠ રીસર્ચમાંથી કંઈ નવું અઈં મોડેલ બનાવશે. કાચા માલમાં કરોડો ખર્ચી નાંખ્યા પ્રોડક્શનમાં શું નીકળશે. એમાં ખુદ અમેરિકી ટેકનિષ્ણાંત મુંઝાયા હોય એવું ચિત્ર છે. એપ-વેબસાઈટને બેઝ બનાવીને અનેક એવા પોર્ટલ પર અમેરિકાએ લોકો સાથે ક્નેક્ટિવિટી તો મેળવી પણ ગ્રાઉન્ડ રીયાલિટીમાં કેટલાય મુદ્દાઓ અઈંના નામે કાચા કપાઈ ગયા છે.
આ બધામાં વિશ્વસનીયતા સામેનો પ્રશ્નાર્થ મોટો છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં હવે AI જનરેટેડ ડેટા પર વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓને જ બેસાડી દેવાયા છે. ચેક કરો અને ખરાઈ હોય તો જ એસાઈમેન્ટ બનાવો. યાની એ આઈ યુઝ કરો અને ડબલ મજૂરી કરો. પ્રિન્ટેડ વસ્તુઓને ઓથેંટિકેટ સોર્સ માનવામાં દુનિયાના 80 દેશો પ્રથમ વિશ્વયુદ્ધથી આજ સુધી તૈયાર છે. સ્ક્રિનિંગ ડેટાના પુરાવાઓ અંગે મતમતાંતર છે. ભારતની સ્થિર અને મજબૂત અર્થવ્યવસ્થામાં એઆઈ પાછળ ભલે ચીન જેટલો ખર્ચો નથી થયો. એક પરિણામલક્ષી કામ એ થયું છે કે, 1.70 અબજ ડૉલરના ખર્ચથી પ્લેટફોર્મ ક્નેક્ટિવિટી મજબૂત બની છે. ગમે તે વસ્તુ ગમે તે રીતે ખુલે, શેર થાય અને ક્નેક્ટ પણ થાય. ચીનના ખર્ચ કરતા 55 ટકા ઓછો ખર્ચો. વર્ષ 2024ના બજેટમાં એઆઈ માટે મંજૂરી આપવામાં આવી હતી. એ પછી ઝોહો જેવી મસ્ત એપ અને વેબ શરૂ થઈ. જેને કેટલીય નાની કંપનીઓના આઈટી મોડલ ફેરવી નાંખ્યા. ઈટ્સ ઈન્ડિયા દોસ્તો....ઓછા ખર્ચે નક્કર પરિણામ.
આઉટ ઓફ બોક્સ
AI પાછળ ચીને સૌથી વધુ ખર્ચો કર્યો પણ સૌથી વધુ AI આઈટી સ્ટાર્ટઅપ અમેરિકા પાસે છે. જ્યારે સૌથી વધુ ક્રિએટિવ યુઝેજમાં યુકેએ ડંકો વગાડ્યો છે. ભારતમાં મીડિયા પ્લેટફોર્મ તરીકે માત્ર 17 ટકા યુઝેજ AI નો થાય છે.