મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે કામના સ્થળે તમને તમારી મહેનતનું વળતર મળશે, પરંતુ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું. પરિવારમાં કોઈ સદસ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન હળવું થશે અને અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. નવું કામ શરૂ કરતા પહેલા વડીલોના આશીર્વાદ લેવા હિતાવહ છે. નાણાંકીય નિર્ણય ખૂબ જ સમજી વિચારીને કરો. આજે ઉતાવળમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો, નહીંતર નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.
વૃષભ:
આ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાથી આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે વેપારમાં નવી પાર્ટનરશિપ કે પછી એક્સપાન્શન માટેની યોજનાઓ સફળ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને માન-સન્માન મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે. લાંબા ગાળાના રોકાણ માટે આજે સમય શ્રેષ્ઠ છે. જીવનસાથી આજે તમારી પાસે કોઈ વસ્તુ માંી શકે છે.
મિથુન:
મિથુન રાશિના જાતકોએ આજે પોતાની વાણી અને ગુસ્સા પર ખાસ કાબૂ રાખવો પડશે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે વિવાદ થવાની શક્યતા છે, તેથી શાંતિ જાળવવી. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. માનસિક શાંતિ માટે થોડો સમય આધ્યાત્મિકતા અથવા યોગમાં પસાર કરવો. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ માહિતી સાંભળવા મળી શકે છે, પણ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરતાં પહેલાં બચવું પડશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક સુખ અને શાંતિમાં વધારો કરનારો રહેશે. જો તમે પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાની ઈચ્છા રાખી રહ્યા હતા તો તમારી એ ઈચ્છા પણ આજે પૂરી થઈ શકે છે. કામના સ્થળે આજે પર તમારી આવડતની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. પ્રેમ જીવનમાં નવા વળાંક આવશે અને સકારાત્મકતા રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને બદલાતી ઋતુમાં તકેદારી રાખવી જરૂરી છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને નેતૃત્વ ક્ષમતાને કારણે તમે પ્રશંસા મેળવશો. વેપારમાં અણધાર્યો નફો થવાના સંકેત છે. મિત્રો સાથે મનોરંજન માટે પ્રવાસનું આયોજન થઈ શકે છે. જોકે, સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખવી, આંખ અથવા માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને નવા પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે, જેને કારણે તમને ભવિષ્યમાં લાભ થશે. આજે સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો, નહીં તો તે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે.
કન્યા:
કન્યા રાશિના જાતકોએ આજે પોતાના કામકાજમાં વધુ મહેનત કરવી પડશે, પરંતુ તેનું પરિણામ પણ તેટલું જ મીઠું મળશે. નાણાકીય લેવડદેવડમાં સાવધ રહેવું અને કોઈ પર અંધવિશ્વાસ ન મૂકવો. પારિવારિક કોઈ જૂનો વિવાદ ઉકેલાવાથી રાહત અનુભવશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી મુંઝવણ થઈ શકે છે, પરંતુ શિક્ષકોની મદદથી ઉકેલ મળશે. સાંજે પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકે છે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કળા અને સર્જનાત્મક ક્ષેત્રે જોડાઈને નામ કમાવવાનો રહેશે. આજે તમને એક પછી એક દરેક કામમાં સફળતા મળશે. આજે તમને નવી નોકરી અથવા પ્રમોશનના યોગ બની રહ્યા છે. આર્થિક પાસું મજબૂત રહેશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. ઘરની સુખ-સુવિધામાં વધારો થશે અને કોઈ મહત્વના દસ્તાવેજ પર સહી કરતા પહેલા વાંચી લેવું. જીવનસાથીના સહયોગથી તમે કોઈ મોટું કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો. માતા-પિતાની સેવા માટે આજે તમારે થોડો સમય કાઢવો પડશે, નહીં તો તેમની સાથેના સંબંધોમાં આજે ખટાશ આવી શકે છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વધારે પડતી ભાગદોડ કરવાનો રહેશે, જેના કારણે શારીરિક થાક અનુભવાય. કોઈ પણ કાયદાકીય મામલામાં નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. અજાણ્યા લોકો સાથે તમારી ગુપ્ત વાતો શેર ન કરવી. વેપારમાં ધીમી ગતિએ પ્રગતિ થશે. સંતાનોના ભવિષ્યને લઈને મહત્વના નિર્ણયો લઈ શકો છો. ખર્ચ પર કાપ મૂકવાની જરૂર છે નહીંતર આર્થિક તંગી અનુભવાઈ શકે છે. લોહીમા સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે પરિવાર માટે થોડો સમય ફાળવવો પડશે. સંતાનની કારકિર્દીને લઈને મહત્ત્વનો નિર્ણય લેશો.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીથી ભરપૂર રહેશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાથી મુશ્કેલ કાર્યો પણ આસાનીથી પૂર્ણ કરી શકશો. આર્થિક રીતે લાભદાયક દિવસ છે, શેરબજાર કે રોકાણમાંથી ફાયદો થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને કોઈ માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકો છો. પરિવારમાં ભાઈ-બહેનોનો પૂરો સાથ મળશે. તમારી કાર્યશૈલીમાં ફેરફાર લાવશો જે ભવિષ્યમાં અત્યંત ફાયદાકારક સાબિત થશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે તેમના ઉપરી અધિકારી અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી સાથે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો.
મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ગ્રહોની યુતિ હોવાથી માનસિક મજબૂતી અનુભવશો. આજે તમે ઊર્જાથી ભરપૂર હોવાને કારણે કોઈ પણ કાર્યમાં હાથ નાખવાથી અચકાશો નહીં. કરિયરમાં કોઈ મોટી તક મળી શકે છે જે તમારું નસીબ પલટી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને જૂની સમસ્યાઓનો અંત આવશે. પ્રેમ વ્યક્ત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. સ્વાસ્થ્ય સુધારવા માટે તમે નવી જીવનશૈલી અપનાવી શકો છો. પિતાના સહયોગથી આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે. મોસાળ તરફથી આજે તમને આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.
કુંભ:
આ રાશિના જાતકોએ આજે પોતાની વાણી અને વર્તન બંને પર સંયમ રાખવો પડશે, નહીં તો વાત વણસી શકે છે. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું, નહીંતર માનહાનિ થઈ શકે છે. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેશે, પરંતુ વ્યવસ્થિત આયોજનથી બધું પાર પડી જશે. વિદેશ યાત્રાના યોગ છે અથવા વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી છે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા પ્રયત્ન કરવો. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તમારે આજે કોઈ પણ ભોગે એ વચન પૂરું કરવું પડી શકે છે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક અને પ્રગતિશીલ રહેશે. અટકેલા નાણાકીય કામો પૂરા થશે. સામાજિક કાર્યોમાં તમારું સન્માન વધશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળશે જે પરિવારમાં આનંદ લાવશે. તમારી કલ્પનાશક્તિ અને સમજદારીથી તમે નવા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક શરૂ કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં પૌષ્ટિક આહાર પર ધ્યાન આપવું હિતાવહ છે. જીવનસાથી સાથે તમે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કોઈ અટકી પડેલાં કાર્યો પૂરા થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.