Tue Jan 20 2026

Logo

White Logo

યશસ્વી જયસ્વાલે જુરેલ પર હાથ ઉપાડ્યો? : વાયરલ વીડિયોની હકીકત જુઓ

1 day ago
Author: Vimal Prajapati
Video

ઇન્દોરઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચ ઇન્દોરમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે ન્યૂ ઝીલેન્ડને પહેલ બેટિંગ આપવામાં આવી હતી. આ તો થઈ મેચની વાત, પરંતુ મેચ પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમ સાથે એવું તો શું થયું કે, સોશિયલ મીડિયામાં ચર્ચા વધી રહી છે. આખરે એવું તો શું બન્યું કે, યશસ્વી જયસ્વાલે સાથી ખેલાડી ધ્રુવ જુરેલ પર હાથ ઉપાડી દીધો? ધ્રુવ જરેલે એવી તો શું હરકત હશે? ધ્રુવ જુરેલ યશસ્વી જયસ્વાલના હાથનો થપ્પડ ખાતા ખાતા બચી ગયો હતો. શું હતી આ સમગ્ર ઘટના?

મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમમાં આ શું થયું?

વાત એવી છે કે, ભારતીય ટીમ જ્યારે બસમાં ચઢી રહી હતી ત્યારે યશસ્વી જયસ્વાલે ધ્રુવ જુરેલ પર હાથ ઉપાડી દીધો હતો, જો કે, થપ્પડ મારી નહોતી! ધ્રુવ જુરેલ કંઈક એવી હરકત કરી હતી, જે જયસ્વાલને પસંદ ના આવી એટલે હાથ ઉપાડીને ચેતવ્યો હતો. બસમાં ચઢતી વખતે જયસ્વાલ આગળ હતા અને તેની પાછળ ધ્રુવ જુરેલ આવી રહ્યો હતો. આ દરમિયાન ધ્રુવ જુરેલ કંઈક હરકત કરીને જયસ્વાલની મસ્તી કરે છે, પણ તેનાથી જયસ્વાલને શું થયું કે ધ્રુવ જુરેલને હાથ બતાવી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

જુરેલે એવી હરકત કરી કે જયસ્વાલે હાથ ઉપાડ્યો?

મહત્વની વાત એ છે કે આ દરમિયાન યશસ્વી જયસ્વાલે માત્ર હાથ ઉપાડ્યો હતો, થપ્પડ મારી ન હતી. પરંતુ હા ધ્રુવ જુરેલ યશસ્વી જયસ્વાલના હાથે માર ખાતા ખાત બચી ગયો હતો. આ વીડિયોમાં જયસ્વાલે હાથ ઉપાડ્યો તે તો જોઈ શકાયં છે. પરંતુ એ વાતની પુષ્ટી નથી થઈ રહી કે, ધ્રુવ જુરેલે શું હરકત કરી તે આવી નોબત આવી પડી? જો કે, વીડિયોમાં તો બધા જ મજાક-મસ્તીના મૂડમાં જ દેખાઈ રહ્યાં છે.એટવે બની શકે કે, આ મામલો પણ મજાક મસ્તીનો હોઈ શકે! કારણ કે, આખી ભારતીય ટીમ ખૂશ અને આનંદમાં દેખાઈ રહી છે. 

હવે રહી વાત આ મેચની તો આજની મેચ નિર્ણાયક રહેવાની છે. ભારતે ટોસ જીતીને  ન્યૂ ઝીલેન્ડને બેટિંગ આપી છે. પરંતુ જીત કોની જશે? ભારત માટે જીત મહત્વની સાબિત થવાની છે. ધ્રુવ જુરેલને પણ આ સિરીઝમાં પાછળથી લેવામાં આવ્યો હતો. વડોદારમાં વનડે મેચ રમાઈ તે પહેલા જ ઋષભ પંતની જગ્યા ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.