Tue Jan 20 2026

Logo

White Logo

અરવિંદ કેજરીવાલનો આરોપ : ગુજરાતમાં અધિકારીઓ ધારાસભ્યોનું નહિ CMનું પણ નથી સાંભળતા?

3 hours from now
Author: Devayat Khatana
Video

અમદાવાદ: વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યો શૈલેષ મહેતા (સોટ્ટા), કેતન ઈમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ સંયુક્ત સહી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તંત્રના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે પડ્યો છે અને અધિકારીઓની મનસ્વીતાને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક  અરવિંદ કેજરીવાલે  ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી. 

અરવિંદ કેજરીવાલે તેમની સભામાં વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યો શૈલેષ મહેતા (સોટ્ટા), કેતન ઈમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ મુખ્ય પ્રધાનને સંબોધીને લખેલા પત્રને ઉલ્લેખીને કહ્યું હતું કે, તમે થોડા દિવસ પહેલા અખબારમાં વાંચ્યું હશે કે વડોદરાના ભાજપના પાંચ ધારાસભ્યોએ તેમના જ મુખ્ય પ્રધાનને સંબોધીને પત્ર લખ્યો હતો. આ પાંચ ધારાસભ્ય છે શૈલેષ મહેતા, કેતન ઈમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા,  અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમણે પત્રમાં લખ્યું હતું કે રાજ્યમાં દિવસે દિવસે વહીવટી વ્યવસ્થા ભાંગી પડી રહી છે.  . સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાં કામ કરાવવું એ હવે યુદ્ધ લડવા સમાન બની ગયું છે. 


 

આ મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, પાંચે ધારાસભ્યો કહી રહ્યા છે કે અધિકારીઓ અમારું નથી સાંભળી રહ્યા. જ્યારે આ પત્ર CMને મળી ત્યારે તેમણે કહ્યું કે અધિકારીઓ મારુ પણ નથી સાંભળી રહ્યા. CM, મંત્રી કે ધારાસભ્યોનું કોઈ સાંભળી રહ્યા નથી. ગુજરાતમાં ચાલી શું રહ્યું છે?  તેમણે કહ્યું કે આવા લોકોને વોટ કેમ આપો છો જે તમારા કામ નથી કરાવી શકતા? તેમણે પત્ર જનતા માટે જ લખ્યો છે કે અમારી પાસે કામ માટે ન આવો, અમે કામ નથી કરવી શકતા. આમ આદમી પાર્ટીને વોટ આપો, અમે તમારા બધા કામ કરાવીશું.

શું છે પત્રનો વિવાદ? 
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યો—શૈલેષ મહેતા (સોટ્ટા), કેતન ઈમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ સંયુક્ત સહી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તંત્રના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. પત્રમાં જણાવાયું હતું કે વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે પડ્યો છે અને અધિકારીઓની મનસ્વીતાને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે.

ધારાસભ્યોએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા લખ્યું હતું કે, કલેક્ટર, ડીડીઓ અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને માત્ર વીડિયો કોન્ફરન્સ દ્વારા જમીની હકીકત જાણ્યા વગર સરકાર સામે ખોટું ‘ગુલાબી ચિત્ર’ રજૂ કરે છે. સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાં કામ કરાવવું એ હવે યુદ્ધ લડવા સમાન બની ગયું છે. અધિકારીઓ પોતાની જાતને જનપ્રતિનિધિઓ અને પ્રજાથી પણ ઉપર સમજીને અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા છે, જેનાથી સામાન્ય જનતામાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા કામો અધિકારીઓ કરતા નથી, ઉલટું જ્યારે કોઈ નાગરિક ધારાસભ્યની ભલામણ લઈને જાય ત્યારે અધિકારીઓ તેને એવું કહીને ધમકાવે છે કે ‘તમે ધારાસભ્યની મદદ કેમ માંગી?’. આ પ્રકારની ખરાબ માનસિકતા ધરાવતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ધારાસભ્યોએ કરી હતી. અગાઉ મૌખિક રજૂઆતો કરવા છતાં સ્થિતિ ન સુધરતા હવે લેખિતમાં વિનંતી કરવામાં આવી હતી કે જનપ્રતિનિધિઓએ સૂચવેલા લોકહિતના કામોને પ્રાધાન્ય આપવામાં આવે.