મુંબઈ: વર્ષ 2025માં ગોવિંદા અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતો રહ્યો હતો. જેમાં તેના છૂટાછેડા અને અફૈરની અટકળો મુખ્ય હતી. હવે 2026માં સુનીતા આહુજાએ પતિ ગોવિંદાના અફેરને લઈને મોટી વાત કરી છે અને ચેતવણી આપી છે.
દરેક વસ્તુ કરવાની એક ઉમર હોય છે
સુનીતા આહુજાએ મિસ માલિની સંગ લેટેસ્ટ પોડકાસ્ટમાં ગોવિંદાના અફેર વિશે વાત કરી છે. સુનીતા આહુજાએ પોડકાસ્ટમાં જણાવ્યું છે કે, "2025 મારા માટે ભારે આપત્તિભર્યું રહ્યું છે. ગોવિંદા વિશે હું જે પણ સાંભળી રહી હતી. હું તેનાથી ખુશ ન હતી. કારણ કે મેં હંમેશા કહ્યું છે કે, દરેક વસ્તુ કરવાની એક ઉમર હોય છે. 63ની ઉમરમાં આ બધું સાંભળવું સારું નથી. એ ત્યારે કે જ્યારે બાળકો મોટા થઈ ગયા છે. આ ઘણી ખરાબ વાત છે. જુઓ મારા બાળકો મોટા થઈ ગયા છે, હું હંમેશા કહેતી આવી છું કે, તેઓ ડિસ્ટર્બ થઈ જશે. મેં હંમેશા તેમને કહ્યું છે કે, આ તારી ઉમર નથી."
સ્ટ્રગલ કરતી છોકરીઓ સુગર ડેડી શોધે છે
સુનીતાએ પોડકાસ્ટમાં આજના સમયમાં વધી રહેલા સુગર ડેડીના ચલણ અંગે પણ વાત કરી છે. સુનીતાએ જણાવ્યું છે કે, "આજકાલ જે છોકરીઓ સ્ટ્રગલ કરવા આવે છે, તેમને સુગર ડેડીની જરૂર હોય છે. જે તેમનો ખર્ચો ઉઠાવે. બે કોડીનો ચહેરો છે, પણ હીરોઈન બનવું છે. તો તમે શું આશા રાખો છો? ફસાવી લે છે. પછી બ્લેકમેલ કરે છે. આવી ઘણી છોકરીઓ આવે છે."
બાળકોના લગ્ન અને કરિયર પર ફોક્સ કરો
ગોવિંદાના સુગર ડેડી બનવાના સંકેતોને લઈને સુનીતાએ ગોવિંદાને પોડકાસ્ટના માધ્યમથી સલાહ આપતા કહ્યું કે, "તમે મુર્ખ કેમ બનો છો. તમે 63ના થઈ ગયા છો. તમારો એક સારો પરિવાર છે. સુંદર પત્ની છે. બે મોટા બાળકો છે. તમે 63 વર્ષની ઉમરમાં આ બધુ ન કરી શકો. તે જવાનીમાં કર્યું, ચાલો બરાબર છે. જવાનીમાં આપણે પણ ભૂલો કરીએ છીએ. પરંતુ આ ઉમરમાં નહીં. તારે દીકરી ટીનાના લગ્ન કરાવવા જોઈએ. યશનું કરિયર છે... તેના પર ફોક્સ કરો ને.
ઉલ્લેખનીય છે કે, ગોવિંદાનું અફેર કોની સાથે ચાલી રહ્યું છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ જો ભવિષ્યમાં ગોવિંદાનું કોઈની સાથે અફેર સામે આવશે તો સુનીતા તેને માફ કરશે નહીં. એવું તેના આ પોડકાસ્ટમાં જણાવેલી વાતો પરથી લાગી રહ્યું છે.