કોલકાતાઃ પશ્ચિમ બંગાળના SIR (Special Intensive Revision) કેસમાં સુપ્રીમ કોર્ટે પારદર્શિતા સુનિશ્ચિત કરવા મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પંચાયત અને વોર્ડ ઓફિસોમાં જેમના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની ગડબડી મળી છે, તે તમામ વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવશે. આ નિર્ણય મામલે કોર્ટનું માનવું છે કે, આના કારણે પ્રભાવિત લોકોને સમયસર માહિતી મળશે અને તેઓ તેમના અધિકારોમાંથી વંચિત નહીં રહે. માત્ર માહિતીના અભાવના કારણે કોઈ પણ વ્યક્તિ પોતાના અધિકારથી વંચિત રહે તે ક્યારેય સ્વીકાર્ય નથી. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે SIR મામલે આપ્યો મહત્વના ચુકાદો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આ યાદીઓ તાત્કાલિક સ્થાનિક સરકારી કચેરીઓના નોટિસ બોર્ડ પર ચોંટાડવામાં આવે જેથી લોકો તેને સરળતાથી જોઈ શકે. નોંધનીય છે કે, આ ચુકાદો આપીને જે લોકોના દસ્તાવેજોમાં કોઈ ખામી હતી તેવા લોકોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે છેલ્લી તારીખ નીકળી ગઈ હોય તો પણ ફોર્મ અને દસ્તાવેજો નીકળી દેવા પડશે. લોકો પોતે ન જઈને પોતાના પ્રતિનિધિ દ્વારા પણ કાગળો જમા કરાવી શકે છે.
યાદી જાહેર થયાના 10 દિવસમાં ફરિયાદ કે આપત્તિ નોંધાવી શકાશે
કોર્ટના ચુકાદા પ્રમાણે પંચાયત કે બ્લોક ઓફિસમાં લિસ્ટ લગ્યા પછી 10 દિવસમાં ફરિયાદ કે આપત્તિ નોંધાવી શકાશે. સરકારને દરેક પંચાયત અને બ્લોક ઓફિસમાં વિશેષ ડેસ્ક બનાવવાનો આદેશ આપ્યો છે, આના કારણે લોકોને સરકારી કચેરીઓમાં નકામા ધક્કા ખાવાથી રાહત મળશે અને કામ સરળતાથી કરાવી શકાશે. માત્ર એસઆઈઆર મામલે જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે મમતા સરકારને રાજ્યમાં શાંતિ જાળવવા કડક આદેશ આપ્યા છે.
રાજ્યમાં શાંતિનો ભંગ ના થાય તે રાજ્ય સરકારની જવાબદારી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ક્યાંય હિંસા કે હંગામો ના થાય તેની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્યમાં સંપૂર્ણ રીતે શાંતિ જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાનો ભંગ ના થાય તે માટે તંત્રને પણ આદેશ આપવામાં આવ્યો છે, જેથી લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે! આ સાથે એ પણ કહ્યું કે, ચૂંટણી આયોગને જરૂરી કર્મચારીઓ અને અધિકારીઓ આપે જેથી કામ રોકાય નહીં તે સરકારની જવાબદારી છે.