નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ પોતાના નિવેદનો માટે મોટા ભાગે ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે ફરી એક નિવેદન માટે તેઓ ચર્યામાં આવ્યાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં જે ભેદભાવ વ્યાપેલો છે તેના મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતનું કહેવું છે કે, જો તો જાતિવાદી ભેદભાવ દૂર કરવા હોય તો પહેલા જાતિને ખતમ કરવી પડશે.
સંઘના પ્રમુખે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે એક સંગોષ્ટી દરમિયાન આ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે ખાસ જાતિવાદને દૂર કરવા પર ભાર મૂક્યો છે.
જાતિવાદના દૂષણને ડામવા સંઘ પ્રમુખે આવ્યું નિવેદન
મોહન ભાગવત સાથે પ્રાંતીય સંઘચાલક અનિલ ભાલેરાવ પણ મંચ પર જોવા મળ્યાં હતા. તેમણે કહ્યું હતું કે પહેલા જાતિનો સંબંધ માત્ર કામ અને વ્યવસાય માટે હતો, પરંતુ હવે જાતિએ સમાજમાં ફેલાઈ અને ભેદભાવનું કારણ બની અને તેના કારણે જ ભેદભાવ વધ્યો હતો. મોહન ભાગવતે જાતિવાદી સમસ્યા અંગે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે તેને તમારા મનથી કાઢી નાખો, કારણ કે ભારતમાં જાતિવાદનું દૂષણ કેટલું ફેલાઈ રહ્યું છે તેનાથી લોકો માહિતગાર છે. આ દૂષણને ડામવા માટે સરકારે પણ અનેક પ્રયત્નો કર્યા છે, અનેક સમાજસુધારકોએ પણ પ્રયત્નો કર્યાં છે. પરંતુ કઈ ખાસ બદલાવ આવ્યો નથી.
માત્ર 10થી 12 જ વર્ષમાં જાતિવાદ સમાપ્ત થઈ જશે?
મોહન ભાગવતે જાતિવાદની સમસ્યા પર વાત કરતા લોકોને પણ અપીલ કરી હતી કે, તેઓ હવે જાતિને મનમાંથી કાઢી નાખો! તેમણે કહ્યું કે, આ ભેદભાવને ખતમ કરવો હોય તો પહેલા જાતિવાદને મનમાંથી હટાવવો પડશે. જો આ વાતનો ઈમાનદારીથી સ્વીકાર કરવામાં આવશે તો માત્ર 10થી 12 જ વર્ષમાં જાતિવાદ સમાપ્ત થઈ જશે.
આ સાથે ભારતના ભાવિ વિશે વાત કરતા સંઘ પ્રમુખે કહ્યું કે, આરએસએસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને તેનું સર્વોત્તમ ગૌરવ અપાવવાનો છે. આમાં સમાજનો પણ સાથે લઈને ચાલવાનું છે. સંઘ વ્યક્તિના ચારિત્ર્ય નિર્માણથી શ્રેષ્ટ રાષ્ટ્ર નિર્માણ કરવા માટે કામ કરે છે. તે કોઈની પ્રતિક્રિયામાં સ્થાપિત સંસ્થા નથી અને ના કો કોઈની સાથે સ્પર્ધા કરે છે.
સંઘના પ્રમુખ મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, સંઘ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નો ઉદ્દેશ્ય ભારત અને દરેક સમાજને તેના સર્વોત્તમ ગૌરવ સુધી લઈ જવાનો છે. સંઘ ક્યારે પોતાનો મોટું કરવા માટે કામ કરતું નથી, સંઘ હંમેશા સમાજને મોટો કરવા માંગે છે. વધુમાં કહ્યું કે, જો લોકો સંઘને સમજવા માંગે છે તો પછી તેમણે પહેલા સંઘની શાખાઓમાં જવું જોઈએ.