અમદાવાદઃ સોમનાથ નેશનલ હાઈ-વે પર અડીને આવેલા જેતલસર ગામમાં વિકાસના નામે એક કેનાલ પણ ન હોવાની ફરિયાદો ઊઠી છે. અહીંની લગભગ 8000 આસપાસની વસ્તીમાંથી મોટાભાગના લોકો ખેતી પર નભે છે, પરંતુ પાણી કુદરત સિવાય અન્ય કોઈ સ્ત્રોત ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
પાણીના સ્ત્રોત ન હોવાથી જેતલસરના ખેડૂતો ચોમાસું પાક લઈ શકે છે, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાક લઈ શકતા નથી. પિયત કે સિંચાઈની સુવિધા મળે તે માટે કોઈ કેનાલ અહીં નથી, તેમ ખેડૂતો એ જણાવ્યું હતું.
ગામના આગેવાનના જણાવ્યા 1200 હેક્ટર ખેતીની જમીન ધરાવતા ગામમાં બહોળોવર્ગ ખેતી પર નભે છે. કેમકે પાકને પિયત માટે વ્યવસ્થા નથી. ગ્રામવાસીઓ આ માટે ઉબેણ ડેમ સૌની યોજનામાંથી પાણી માગી રહ્યા છે. આ સાથે ગામમાં 12મા ધોરણ સુધીની સ્કૂલ હોવાની માગણી પણ કરી હતી.