આપણામાંથી મોટાભાગના લોકો બચત અને ફ્યુચર સિક્યોર કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ, પોસ્ટ ઓફિસ સહિત એફડી વગેરેમાં પૈસા રોકીએ છીએ. જો તમે પણ ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરીએ છીએ. જો તમારું ખાતું પણ બેંક ઓફ બરોડા (Bank of Baroda)માં છે તો બેંક ઓફ બરોડોમાં રોકાણ કરનારા રોકાણકારો માટે ખુશખબર છે. ચાલો જોઈએ શું છે આ સારા સમાચાર અને તમને કઈ રીતે એનો ફાયદો થશે...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ભલે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં પણ સરકારી બેંક બેંક ઓફ બરોડા દ્વારા હાલમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની વિવિધ એફડી સ્કીમ્સ પર 3.50 ટકાથી 7.05 ટકા સુધીનું આકર્ષક વ્યાજ આપી રહી છે. એમાં પણ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ એક સિક્યોર ઈન્વેસ્ટમેન્ટ સાથે બેસ્ટ રિટર્ન મેળવવાની ઉત્તમ તક છે.
444 દિવસની સ્પેશિયલ FD સ્કીમ પર સૌથી વધુ વ્યાજ
બેંક ઓફ બરોડા દ્વારા હાલમાં 444 દિવસની સ્પેશિયલ સ્કીમ પર સૌથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે. આ સ્કીમ હેઠળ સામાન્ય નાગરિકોને 6.45 ટકા, સિનિયર સિટીઝન (60 વર્ષથી ઉપર) 6.95% અને 80 વર્ષથી ઉપરના નાગરિકોને સૌથી વધુ 7.05 ટકા વ્યાજ આપવામાં આવે છે.
5 વર્ષની એફડીમાં રૂપિયા 1,00,000ના રોકાણ પર વળતર
જો તમે બેંક ઓફ બરોડામાં 5 વર્ષ માટે રૂપિયા 1,00,000 જમા કરાવો છો, તો મેચ્યોરિટી પર કેટલું વ્યાજ મળશે એની વાત કરીએ તો તે નીચે પ્રમાણે છે-
સામાન્ય નાગરિક માટે: જો તમે સામાન્ય નાગરિક છો, તો 6.30 ટકા વ્યાજ દર મુજબ તમને રૂપિયા 36,690નું ફિક્સ વ્યાજ મળશે અને કુલ મેચ્યોરિટી રકમ રૂપિયા 1,36,690 થશે.
સિનીયર સિટીઝન: 6.90 ટકાના વ્યાજ દર સાથે વરિષ્ઠ નાગરિકોને રૂપિયા 40,784 વ્યાજ તરીકે મળશે, જેનાથી કુલ રકમ વધીને રૂપિયા 1,40,784 થશે.
80 વર્ષથી વધુના નાગરિકો: 80 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને 7.00 ટકા વ્યાજ મળે છે. આ સંજોગોમાં રૂપિયા 1 લાખના રોકાણ પર રૂપિયા 41,478 વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર કુલ રૂપિયા 1,41,478 પાછા મળશે.
રોકાણ માટે કેમ શ્રેષ્ઠ છે બેંક ઓફ બરોડા?
પબ્લિક સેક્ટરની બેંક હોવાને કારણે આ બેંક તમારા નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. અન્ય સરકારી બેંકોની સરખામણીએ બેંક ઓફ બરોડા સ્પેશિયલ ટેન્યોર પર વધુ વ્યાજ આપી રહી છે, જે લાંબા ગાળે આર્થિક લક્ષ્યો પૂરા કરવામાં મદદરૂપ બને છે.