સાંબા : જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા છે. આ ડ્રોન પાકિસ્તાન તરફથી આવતું જોવા મળ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી સરહદી વિસ્તારમાં સતત ડ્રોન ગતિવિધિ જોવા મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ડ્રોન રાત્રે સતત પાકિસ્તાન તરફથી આવતા જોવા મળી રહ્યા છે. જેના લીધે સરહદ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલઓસી પર છેલ્લા ઘણા દિવસોથી ડ્રોન ઘૂસણખોરી બાદ સેનાએ આ ડ્રોનને તોડી પાડવા છે. આ પ્રવૃત્તિઓ પાકિસ્તાન તરફથી મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહી છે.
રાજૌરી,સાંબા અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પણ ડ્રોન જોવા મળ્યા હતા
આ પૂર્વે રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક નૌશેરા સેક્ટરની સુરક્ષા કરી રહેલા સૈન્ય જવાનોએ ગણિયા-કલસિયન ગામ ઉપર ડ્રોન જોવા મળ્યા હતા. જેમાં રાજૌરી જિલ્લાના તેરિયાથના ખબ્બર ગામમાં એક ડ્રોન જોવા મળ્યું હતું. તેમજ સાંબાના રામગઢ સેક્ટરમાં ચક બાબરલ ગામ ઉપર ડ્રોન જેવી વસ્તુ ફરતી જોવા મળી હતી. તેમજ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે માનકોટ સેક્ટરમાં તૈન સે ટોપામાં પણ એક ડ્રોન જોવા મળ્યું હતું. જેની બાદ એવી આશંકા છે કે પાકિસ્તાન ડ્રોન દ્વારા શસ્ત્રો અને દારૂગોળો ફેંકવાનો પ્રયાસ કરી રહ્યું છે.