Tue Jan 20 2026

Logo

White Logo

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અરજી : ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જાહેર કરેલી 13591 ખાલી જગ્યાઓ માટે 10 લાખથી વધુ અરજીઓ

13 hours ago
Author: Chandrakant Kanoja
Video

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી 13591 ખાલી જગ્યાઓ માટે 10 લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પો.સ.ઇ. કેડરની 858  જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ મળી કુલ 13591 જગ્યાઓની ભરતી માટે જાહેરાત  દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. 

શારીરિક માપ કસોટી  માટે તા. 21/01/ 2026 થી બોલાવવા આવ્યા 

આ જાહેરાત અન્વયે 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15  શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી  માટે તા  21/01/ 2026 થી બોલાવવામાં આવેલ છે. 

મદદમાં 90 પોલીસ સ્ટાફની નિમણૂક 

જ્યારે અગિયાર  ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા. 21.01.2026  થી તા.13.03. 2026 સુધી તથા ચાર ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21 .01. 2026 થી તા. 06.03.2026  સુધી શારીરિક કસોટી યોજવામાં આવેલ છે. જેમાં દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં 90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવેલ છે.

શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ

જેની માટે શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. તેમજ દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. જ્યારે શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ કરવામાં આવનાર છે.  તેમજ શારીરીક માપ કસોટીમાં પુરૂષ ઉમેદવારોની ઉંચાઇ / છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઉંચાઇની માપણી આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ ધ્વારા કરવામાં આવનાર છે.તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે. 

પુરૂષ ઉમેદવારોએ 5000  મીટરની દોડ 25  મીનીટમાં પૂરી કરવી 

આ ઉપરાંત પુરૂષ ઉમેદવારોએ 5000  મીટરની દોડ 25  મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600  મીટરની દોડ 9 મીનીટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400  મીટરની દોડ 12 મીનીટ 30  સેકન્ડમાં પુરી કરવાની રહેશે. જ્યારે  અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ.

ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-12 અથવા તેને સમકક્ષ

જ્યારે  અનુસુચિત જનજાતિ(ST)ના મહિલા ઉમેદવારની ઉંચાઇ 150  સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST)સિવાયના મહિલા ઉમેદવારની ઉંચાઇ 155  સે.મી. હોવી જોઇએ. તમામ પુરૂષ ઉમેદવારોની છાતીનું માપ ઓછામાં ઓછુ 79  સે.મી. થી 84 સે.મી. હોવુ જોઇએ. એટલે કે છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5  સે.મી. હોવો જોઇએ.  પો.સ.ઇ. કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા તેને સમકક્ષ તથા લોકરક્ષક કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-12 અથવા તેને સમકક્ષ રાખવામાં આવેલ છે.