Tue Jan 20 2026

Logo

White Logo

દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન જાહેર જનતા માટે : નવ દિવસ માટે બંધ રહેશે, જાણો કારણ...

1 day ago
Author: Chandrakant Kanoja
Video

Rashtrapati Bhavan


નવી દિલ્હી : દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન  21 થી 29 જાન્યુઆરી સુધી પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહને કારણે જાહેર જનતા માટે બંધ રહેશે. શનિવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રજાસત્તાક દિવસને કારણે રાષ્ટ્રપતિ ભવન નવ દિવસ માટે બંધ રહેશે.  સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ભવનની સર્કિટ 1 મુલાકાતીઓને રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારતની મુલાકાત કરાવે છે.  વાર્ષિક પ્રજાસત્તાક દિવસની પરેડ કર્તવ્ય પથ પર થાય છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ થવાના પ્રસંગે બીટિંગ રીટ્રીટ સમારોહ 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવન પાસે કર્તવ્ય પથના પશ્ચિમ છેડે વિજય ચોક ખાતે યોજાય છે. 

ભૈરવ લાઇટ કમાન્ડો બટાલિયન  પરેડમાં પ્રથમ પ્રદર્શન કરશે

આ ઉપરાંત આ વખતે નવી રચાયેલી ભૈરવ લાઇટ કમાન્ડો બટાલિયન 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોતાનું પ્રથમ પ્રદર્શન કરશે.  અને સ્વદેશી પ્લેટફોર્મ સહિત મુખ્ય લશ્કરી સંપત્તિઓ કર્મચારીઓ સાથે  તબક્કાવાર યુદ્ધ સંરચના  કૂચ કરતી જોવા મળશે. આ ઉપરાંત, ઔપચારિક ફ્લાયપાસ્ટમાં રાફેલ, સુખોઈ-30, P8I, MiG-29,અપાચે, LUH (લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર), ALH (એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર), અને Mi-17 હેલિકોપ્ટર વિવિધ ફોર્મેશનમાં હશે. તેમજ  ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-130 અને C-295 પણ પરેડમાં ભાગ લેશે તેમ  અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ

આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડની મુખ્ય થીમ 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ છે. જેમાં  પરંપરાગત પ્રથાથી અલગ થઈને પરેડ સ્થળ પર વીવીઆઇપી અને અન્ય બેઠક વિસ્તારોના અગાઉ ઉપયોગમાં લેવાતા નામોનો ઉપયોગ કરવામાં નહીં આવે.  સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના બદલે  બધા વિસ્તારોના નામ ભારતીય નદીઓના નામ પર રાખવામાં આવ્યા છે. આ નામોમાં ગંગા, યમુના અને નર્મદા જેવી મુખ્ય ભારતીય નદીઓનો સમાવેશ થશે. તેવી જ રીતે 29 જાન્યુઆરીએ 'બીટિંગ રીટ્રીટ' સમારંભ માટે બનાવવામાં આવનારા ઘેરાઓના નામ વાંસળી, સરોદ અને તબલા જેવા ભારતીય સંગીત વાદ્યોના નામ પર રાખવામાં આવ્યા છે.