Tue Jan 20 2026

Logo

White Logo

ઉત્તરાખંડમાં અકસ્માતમાં આર્મીના મેજર શુભમ સૈની શહીદ: : 50 મીટર ઉંડી ખાઈમાં ખાબકી કાર

1 day ago
Author: Himanshu Chawda
Video

ચકરાતા: ઉત્તરાખંડમાં આવેલા ચકરાતા ક્ષેત્રમાં એક દુઃખદ ઘટના બની છે. ભારતીય સેનાના 27 વર્ષીય મેજર શુભમ સૈનીનું એક માર્ગ અકસ્માતમાં શહીદ થયા હતા. શનિવારે દેહરાદૂન ચકરાતા રોડ પર બંગલા નંબર 10 પાસે અકસ્માત સર્જાયો હતો. મેજર શુભમ સૈનએ અચાનક પોતાની કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના કારણે ગાર 50 મીટર ઊંડી ખાડીમાં ખાબકી હતી. 

ઘટનાની જાણ થતાં સૈન્યકર્મીઓ દોડી આવ્યાં અને રેસક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. ભારે જહેમત બાદ મેજર શુભમને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. મેજર ગંભીર રીતે ઘાયલ થયા હોવાના કારણે સત્વરે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. મેજરની હાલત એટલી ગંભીર હતી કે હોસ્પિટલમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

મેજર શુભમ સૈનીની વ્યક્તિગત વાત કરીએ તો તેઓ ભારતીય સેનામાં સેવા આપી રહ્યાં છે. ચકરાતામાં આવેલ 2/2 બટાલિયાનના મુખ્ય કાર્યાલયમાં તેઓ સેવા આપી રહ્યાં હતાં. ભારતીય સેનામાં તેનો રેકોર્ડ ખૂબ સારો હતો. શુભમ સૈની મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી હતા. શુભમ સૈની 2019માં કમિશન દ્વારા લેફ્ટનન્ટ તરીકે સેનામાં જોડાયા અને તેમની સેવા દરમિયાન તેમને મેજર તરીકે બઢતી આપવામાં આવી હતી. સાથી સેનાકર્મીઓ અને અધિકારીઓ મેજર શુભમ સૈનીના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. શુભમ સૈની એક જવાબદાર, શિસ્તબદ્ધ અને અત્યંત સક્ષમ અધિકારી હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેહરાદૂન-ચકરાતા રોડ ભયજનક સાબિત થયો

સ્થાનિકોએ કહ્યું હતું કે આ વિસ્તારમાં એટલે કે દેહરાદૂન-ચકરાતા રોડ પર આ વિસ્તાર વધારે વળાંક વાળો હોવાના કારણે અહીં અનેક અકસ્માત થતા હોય છે. વળાંક વધારે હોવાથી કાર પર સંતુલન રાખવું અઘરૂ પડી જાય છે અને ઘણી વખત વાહન ખીણમાં પણ ખાબકી જતું હતું હોય છે. આ રસ્તો એવો છે કે જેમાં જો નાની અમથી ભૂલ થયા તો પણ વાહન સીધું ખીણમાં ખાબકે છે. મેજર શુભમ સાથે પણ આવું જ થયું હોવાનું સ્થાનિકો જણાવ્યું હતું.

મેજરના પરિવાર અને ગામમાં ભારે શોકનો માહોલ

સ્થાનિકોના જાણવ્યાં પ્રમાણે કાર ખીણમાં ખાબકી હોવાથી તેની હાલત ખૂબ જ ખરાબ હતી. જેના કારણે મેજર શુભમ સૈન પણ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રવિવારે સવારે પંચનામું કરીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. સેના દ્વારા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરીને મેજરના પાર્થિવ શરીરને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા મેજરના ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે મેજર શુભમના પરિવારમાં પણ ભારે શોકની લહેર જોવા મળી હતી.