દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
લેહમાં હિમવર્ષાના કારણે ઈન્ડિગોની એડવાઈઝરી જાહેર
લેહમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે, જેના પગલે એરલાઇન કંપની ઈન્ડિગોએ મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી જણાવ્યું છે કે, ખરાબ હવામાન અને બરફવર્ષાને કારણે લેહ એરપોર્ટ પર વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગ બંને કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આ ફેરફારને કારણે ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો તેમજ એરપોર્ટ પર રાહ જોઈ રહેલા પ્રવાસીઓનો વેઈટિંગ ટાઈમ વધી શકે છે.
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ ઉત્તર કોરિયા એલર્ટ
અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલા હુમલા બાદ ઉત્તર કોરિયાએ પણ પોતાની તાકાત દેખાડી છે. ઉત્તર કોરિયાએ આ હુમલા બાદ સોમવારે જણાવ્યું છે કે રવિવારે કરવામાં આવેલા મિસાઈલ પ્રક્ષેપણ હાઇપરસોનિક મિસાઇલો સાથે સંબંધિત હતું. ઉત્તર કોરિયાન નેતા કિમ જોંગ ઉને આ હાઇપરસોનિક મિસાઇલના પરીક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કિમે દેશની પરમાણુ ક્ષમતા મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળ્યું છે. કોઈ અજણાવ્યા વ્યક્તિએ કોર્ટના આઈડી પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી છે. બોમ્બની ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરાઈ અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નવરંગપુરા પોલીસે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે કોર્ટમાં તપાસ શરૂ કરી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ અયતુલ્લાહ અલી ખામેની ઈરાન છોડવાની ફિરાકમાં, અહેવાલમાં દાવો
ઈરાનમાં સતત વધી રહેલા વિરોધ પ્રદર્શનના 15થી વધુ લોકોના મોત થયા છે. તેમજ અમેરિકાના વેનેઝુએલા પરના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પણ હસ્તક્ષેપ કરવાની ધમકી આપી છે. ત્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાનના સુપ્રીમ લીડર અયતુલ્લાહ અલી ખામેની દેશ છોડીને ભાગવાની યોજના બનાવી રહ્યા છે. ખામેની પાસે આ અંગે એક બેકઅપ પ્લાન પણ તૈયાર છે.