દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
બીએમસીના ચૂંટણી પરિણામો મુદ્દે કપિલ સિબ્બલે એકનાથ શિંદેને આપ્યો સંદેશ
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો છે. જેમાં બીએમસીની ચૂંટણીમાં ભાજપે કુલ 89 બેઠકો જીતી છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 29 બેઠકો મેળવી છે. તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફક્ત ત્રણ બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે હવે આ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે.