દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુનું મોત, આગની ઘટનામાં થયા હતા ઘાયલ
બાંગ્લાદેશમાં આગના દાઝેલા વધુ એક હિંદુ વ્યકિતનું મોત થયું છે. ખોકન ચંદ્ર દાસ નામના વ્યક્તિનું શનિવારે નેશનલ બર્ન ઇન્સ્ટીટયુટમાં મૃત્યુ થયું છે. નેશનલ બર્ન ઇન્સ્ટીટ્યુટના પ્રોફેસર ડો. શાઓન બિન રહમાને જણાવ્યું કે ખોકન ચંદ્ર દાસ શરિયતપુરા દામુડચા ઉપજિલાના આગની ઘટનામાં ઘાયલ થયા હતા. તેમની સારવાર ચાલી રહી હતી. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપની ટીમમાં ટ્રિસ્ટેન સ્ટબ્સને ન સમાવ્યો
જોહનિસબર્ગથી મળતા અહેવાલ મુજબ સાઉથ આફ્રિકાના સિલેક્ટરોએ આગામી સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરેલી ટીમમાં બૅટ્સમૅન ટ્રિસ્ટેન સ્ટબ્સને નથી સમાવ્યો. 2024ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે સાઉથ આફ્રિકાનો પરાજય થયો હતો. એ વર્લ્ડ કપની ટીમના ડેવિડ મિલર સહિતના સાત ખેલાડીને જાળવી રાખવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાની ટીમઃ એઇડન માર્કરમ (કૅપ્ટન), કૉર્બિન બોશ્ચ, ડેવાલ્ડ બે્રવિસ, ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), ટૉની ડિ ઝોર્ઝી, ડૉનોવાન ફરેરા, માર્કો યેનસેન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના મફાકા, ડેવિડ મિલર, લુન્ગી ઍન્ગિડી, ઍન્રિક કોર્નિયા, કૅગિસો રબાડા અને જેસન સ્મિથ.