લખનઉ: ભારતમાં વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળવાનો સિલસિલો ચાલુ છે. આજે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ જતી ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. સેફટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવી હતી, જ્યાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
દિલ્હીથી રવાના થયેલી ઈન્ડીગોની ફ્લાઈટ 6E-6650 માં ટોઇલેટમાં એક ટીશ્યુ પર હાથથી લખેલી મળી નોટ મળી હતી. ક્રૂએ તાત્કાલિક પાઇલટને જાણ કરી, અને સેફટી પ્રોટોકોલ મુજબ ઇમરજન્સી લેન્ડિંગ નિર્ણય લેવામાં આવ્યો. વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
સવારે આશરે 8:46 એર લખનઉ એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલ (ATC) ને સુચના આપવામાં આવી. લખનઉ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું.
કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી:
વિમાન સવારે 9:17 વાગ્યે લખનઉ એરપોર્ટ પર વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું, ત્યાર બાદ વિમાનને મુખ્ય રનવે પરથી દુર કરીને આઇસોલેશન બેમાં લઇ જવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સ્થાનિક પોલીસ અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ વિમાન અને મુસાફરોના સામાનની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી, અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા:
વિમાનમાં કુલ 230 સાફરો સવાર હતાં. આ ઉપરાંત, બે પાઇલટ અને પાંચ ક્રૂ મેમ્બર્સ સવાર હતાં. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. એરપોર્ટ પર મુસાફરો માટે ભોજન અને આગળની મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ટીશ્યુ પર નોટ કોણે લખી અને શા માટે લખીએ શોધી કાઢવા સુરક્ષા એજન્સીઓ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ તપાસ કરી રહી છે. સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનને આઇસોલેશન બેમાં રાખવામાં આવશે.