Tue Jan 20 2026

Logo

White Logo

માથે ચાંદીનો મુગટ અને પગમાં... : આ ગૂગલ ગોલ્ડન બાબાના હાથ જોઈને ચોંકી જશો

1 day ago
Author: Himanshu Chavada
Video

પ્રયાગરાજ: મહાકુંભ મેળાની જેમ માઘ મેળામાં પણ ઘણા લોકો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. મહાકુંભ મેળાની મોનાલીસાની જેમ માઘ મેળામાં બાસમતી નામની દાતણ વેચતી યુવતી સાથે સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ સિવાય મેળામાં એક વિશેષ પ્રકારના સાધુ જોવા મળ્યા છે. જેમનું નામ ગોલ્ડન ગૂગલ બાબા છે. તેમનું આ નામ જ લોકોને તેમની નજીક લઈ જાય છે.

ગોલ્ડન ગૂગલ બાબાની ખાસિયત

ગોલ્ડન ગૂગલ બાબાનું સાચું નામ મનોજ આનંદ મહારાજ છે. કાનપુરના રહેવાસી મનોજ આનંદ મહારાજ કરૌલીવાળા બાબાના ભક્ત છે. છેલ્લા 20 વર્ષોથી તેઓ સોનું પહેરી રહ્યા છે.  તેમના શરીર પર પાંચ રૂપિયા કરતાંય વધારે કિંમતનું સોનું છે. સોના-ચાંદીની ચમક લોકોને તેમની તરફ આકર્ષિત કરે છે. 

ગૂગલ ગોલ્ડન બાબાએ મીડિયાને જણાવ્યું હતું કે, સોનું પહેંરવું એ દેખાડો નહીં, પરંતુ પરંપરા અને શૌર્યનું પ્રતિક છે. હું ક્ષત્રિય છું. અમારા વડવાઓ પણ સોનું પહેરતા હતા. દ્વાપર, ત્રેતા... દરેક યુગમાં રાજા અને ક્ષત્રિયો સોનું પહેરતા આવ્યા છે. આ ઘમંડ નહીં, અમારો શોખ છે.

 

ગૂગલ ગોલ્ડન બાબા ગળામાં સોના-ચાંદીથી મઢેલા શંખ, રુદ્વાક્ષની માળાઓ, બંને હાથમાં ભારે કડા અને ચેન જોવા મળે છે. તેમણે હાથની પાંચેય આંગળીઓમાં દેવી-દેવતાઓની મૂર્તિવાળી સોનાની વીટી પહેરી છે. તેઓ માથે ચાંદીનો મુગટ પહેરે છે. ખાસ વાત તો એ છે કે તેમણે ચાંદીના ચપ્પલ પણ તૈયાર કરાવ્યા છે. જેનું વજન લગભગ ચાડા ચાર કિલો છે. 

ઉઘાડા પગે યાત્રા કરે છે ગોલ્ડન ગૂગલ બાબા

જ્યારે ચાંદીનો ભાવ 40 હજાર રૂપિયા કિલો હતો ત્યારે મનોજ આનંદ મહારાજે આગ્રા ખાતે ચાંદીના ચપ્પલ તૈયાર કરાવ્યા હતા. જેને તેઓ પહેરતા પણ હતા. એક ચપ્પલની કિંમત દોઢથી બે લાખ રૂપિયા આંકવામાં આવે છે. પરંતુ હવે તેઓ કોઈપણ પ્રકારના ચપ્પલ પહેરતા નથી. ઉઘાડા પગે ચાલે છે. જેની પાછળ એક સંકલ્પ રહેલો છે. 

મનોજ આનંદ મહારાજ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓ અને દેશના તમામ રાજ્યોની તિર્થ યાત્રા કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ સતત ઉઘાડા પગે યાત્રા કરી રહ્યા છે. તેમનો આ સંકલ્પ પૂરો થશે ત્યારે તેઓ ચાંદીના ચપ્પલ પહેરશે.    

ગોલ્ડન ગૂગલ બાબા થયા હુમલા

સોના-ચાંદી લદાયેલા રહેલા ગોલ્ડન ગૂગલ બાબા પર અત્યારસુધી ચાર વાર હુમલા થઈ ચૂક્યા છે. દરેક વખતે બદમાશોએ તેમને ધમકાવવાનો અને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ગોલ્ડન ગૂગલ બાબાને નુકસાન પહોંચાડી શક્યા નથી. હુમલાખોરો આજે જેલના સળિયાની પાછળ છે. ગોલ્ડન ગૂગલ બાબા જણાવે છે કે, "મે બધુ ભગવાનના ભરોસે છોડી દીધું છે. મારો વાળ પણ વાંકો નહીં થાય, એવો મને વિશ્વાસ છે."