Tue Jan 20 2026

Logo

White Logo

યુનિવર્સિટીમાં હોબાળો : વિદ્યાર્થિની NRI બોયઝ હોસ્ટેલના બાથરૂમમાંથી મળી, કહ્યું- 'કટોરો લેવા ગઈ હતી'!

2 months ago
Author: Devayat Khatana
Video

અમદાવાદ: ગુજરાતની એક યુનિવર્સિટીમાં એક ચોંકવાનારી ઘટના બની હતી. એક વિદ્યાર્થિની એનઆરઆઈ (NRI) બોયઝ હોસ્ટેલ તરફ જતી હોવાની જાણ થતાં યુનિવર્સિટી કેમ્પસમાં તણાવ ફેલાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્ટેલના એક સુરક્ષાકર્મીએ આ વિદ્યાર્થિનીને જોઇ અને તરત જ તેને રોકીને પૂછપરછ શરૂ કરી દીધી હતી. સુરક્ષા ગાર્ડનો અવાજ સાંભળીને ગભરાયેલી વિદ્યાર્થિની એક વિદ્યાર્થીના રૂમના બાથરૂમમાં છુપાયેલી મળી આવી હતી.

આ ઘટનાને પગલે થયેલા હોબાળાએ વિદ્યાર્થીઓ અને હોસ્ટેલમાં રહેતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, જેના કારણે કેમ્પસમાં તંગદિલી વધી ગઈ હતી. આ મામલો હોસ્ટેલ મેનેજમેન્ટ વિભાગ સુધી પહોંચ્યો હતો. યુનિવર્સિટીના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે છોકરીઓને છોકરાઓની હોસ્ટેલમાં અને છોકરાઓને છોકરીઓની હોસ્ટેલમાં પ્રવેશવાની સખત મનાઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિની કથિત રીતે કટોરો ઉધાર લેવા માટે એનઆરઆઈ બોયઝ હોસ્ટેલમાં ગઈ હતી, અને સુરક્ષાકર્મીને જોઈને ગભરાઈને બાથરૂમમાં છુપાઈ ગઈ હતી.

અધિકારીઓએ આગળ જણાવ્યું કે બાદમાં આ વિદ્યાર્થિનીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી અને હોસ્ટેલના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે એનઆરઆઈ હોસ્ટેલના એક મહિલા પ્રોફેસરે સત્તાવાર નિવેદન બહાર પાડીને દાવો કર્યો કે આવી કોઈ ઘટના બની જ નથી.