Tue Jan 20 2026

Logo

White Logo

હિમવર્ષાએ રશિયામાં 146 વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ ભારતના પર્વતો બરફ વિના સૂના, મોટા જોખમના એંધાણ : ક્લાઈમેટ ચેન્જનું જોખમ: રશિયા-ચીનમાં ભારે બરફવરસાદ, નદીઓ સૂકાશે, જાણો તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ

moscow   1 day ago
Author: Vimal Prajapati
Video

X/@russembkenya


મોસ્કો/નવી દિલ્હી: રશિયા અને પૂર્વીય ચીનમાં ભારે હિમવર્ષા થઈ છે. આ હિમવર્ષાએ 146 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હિમવર્ષાના કારણે અત્યારે મોસ્કોથી કેમરોવો સુધી જીવન ઠપ્પ થઈ ગયું છે, કારણ એ છે કે, અહીં એક મહિનામાં જેટલી હિમવર્ષા થતી હતી, તે માત્ર થોડા જ દિવસોમાં થઈ છે. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. 

સૌથી મોટો પ્રશ્ન એ છે કે એકબીજું એટલી હિમવર્ષા થાય છે કે 146 વર્ષનો રેકોર્ડ તૂટી જાય છે અને બીજી તરફ ભારતના હિમાલયી વિસ્તારોમાં સંપૂર્ણ રૂપે વિપરીત ચિત્ર જોવા મળ્યાં છે. ઉત્તરાખંડ અને હિમાચલના ઊંચા પર્વતો બરફ વિના ખાલી દેખાઈ રહ્યા છે. આવું શા માટે? આ એક ચર્ચાનો વિષય બની ગયો છે.  

હિમવર્ષાના અભાવે નૈનીતાલ જેવા પર્યટન સ્થળો સૂના પડ્યા

મોટા ભાગે ડિસેમ્બર મહિનામાં હિમવર્ષા શરૂ થઈ જતી હોય છે, પરંતુ અત્યારે જાન્યુઆરી મહિનો પણ અડધો પૂરો થઈ ગયો છે, છતાં હિમવર્ષા થઈ નથી. હિમવર્ષાના અભાવે નૈનીતાલ જેવા પર્યટન સ્થળો સાવ સૂના પડ્યાં છે. અહીં આવેલા પર્યટકો નિરાશ થઈને પાછી જઈ રહ્યાં છે. વૈશ્વિક વાતાવરણીય ફેરફારો જળવાયુ પરિવર્તનના મહત્ત્વના સંકટ તરફ ઇશારો કરે છે. એક ભારમાં ભારે હિમવર્ષા થાય છે અને સામે બીજી સાવ વિપરિત પરિણામ! જો આવું જ ચાલશે તો નજીકના ભવિષ્યમાં ભારે જોખમ સર્જાઈ શકે છે. 

ઋતુ ચક્ર બદલાઈ રહ્યું હોવાની આશંકા

વિસ્તારથી સમજીએ તો ઉત્તરાખંડના પર્વતો હિમવર્ષના અભાવે કોરા રહ્યાં છે. એટલું જ નહીં, પણ અહીં જાન્યુઆરી મહિનામાં જ ફુલો ખીલવા લાગ્યાં છે. જેથી એવું સમજી શકાય કે, વાતાવરણનું ચક્ર બદલાઈ રહ્યું છે. ભારતમાં આવી સ્થિતિ થવી ચિંતાજનક સાબિત થઈ શકે છે. ખાસ કરીને પર્વતીય ક્ષેત્રના પ્રવાસનને પણ મોટી અસર થશે. અહીં ન્ય રીતે આ ફૂલો ફેબ્રુઆરી અંતમાં ખીલે છે, પરંતુ અણધારી ગરમીએ કુદરતી ચક્રને ખલેલ પહોંચાડી છે અને જાન્યુઆરીમાં એટલે કે એક મહિના પહેલા જ ફૂલો ખીલી રહ્યા છે. 

બરફના અભાવને કારણે જંગલોમાં ભીષણ આગ

આ બાબતે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સ્થિતિ તાપમાન વધારાનું સંકેત હોઈ શકે છે. બરફના અભાવને કારણે જંગલોમાં આગની ઘટનાઓ વધી છે. જ્યોતિર્મઠના ચાઈ ગામ અને ફૂલોની ઘાટી નજીક ધુમાડો ઉઠ્યો હતો, જ્યારે કિન્નૌર જેવા વિસ્તારોમાં પણ આવી આગપચા જોવા મળી હતી. આવી સ્થિતિ અંગે વિશેષજ્ઞો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. વાત માત્ર જંગલોમાં આગની નથી. પરંતુ ઓછી અને નહિવત હિંમવર્ષાના કારણે નદીઓ પણ સુકાઈ જશે તેનો પણ ભય છે. ખાસ કરીને જે નદીઓ ગ્લેશિયર પર નિર્ભર છે તે વધારે પ્રભાવિત થશે. 

ઉત્તર ભારતમાં ન તો વરસાદ થયો ન હિમવર્ષા

ગ્લેશિયર પર નિર્ભર નદીઓ પ્રભાવિત થશે તો ઉનાળામાં પીયજળ, સિંચાઈ અને જળવિદ્યુત સંકટ ગંભીર બનશે. ભારતીય હવામાન વિભાગના આંકડા પ્રમાણે ડિસેમ્બરમાં ઉત્તર ભારતમાં કોઈ વરસાદ કે હિમવર્ષા થઈ નથી. જે લાંબા દુષ્કાળનું પુરાવો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સબ-ટ્રોપિકલ જેટ સ્ટ્રીમ ઉત્તર તરફ સરક્યા કારણે રશિયા-ચીનમાં વધુ બરફ પડી રહ્યો છે.