વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 2025ના વર્ષની જેમ જ 2026નું વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. આ વર્ષે અનેક મહત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. બે મહિના બાદ એટલે કે માર્ચ મહિનામાં એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થવા જઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સાતમી માર્ચના દિવસે ન્યાયના દેવતા શનિદેવનો મીન રાશિમાં ઉદય થશે અને એ જ સમયે શનિ તેમ જ ગ્રહોના રાજકુમાર બુધ સાથે મળીને નવપંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે આ યોગ લગભગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. જેને કારણે કેટલીક રાશિઓની કારકિર્દીમાં પ્રગતિ, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ અને નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે અપરંપાર લાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ નવપંચમ રાજયોગને કારણે કારકિર્દી અને બિઝનેસમાં સફળતા મળી રહી છે. નોકરી શોધી રહેલાં બેરોજગાર લોકોને આ સમયે નોકરી મળવાના યોગ પણ બની રહ્યા એછ. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. નાણાંકીય સ્થિતિ મજબૂત થશે અને આ સમય દરમિયાન લાંબા સમયથી ચાલતી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ રાજયોગ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આ સમયે તમારી કાર્યશૈલીમાં સુધારો થશે અને લોકો તમારી ક્ષમતાને ઓળખશે. તમે તમારા કારકિર્દી અને સામાજિક જીવનમાં પ્રગતિ જોશો. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. ઘર-પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. સંતાન સાથેના સંબંધોમાં સુધારો થશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ તેમના ભાગ્યમાં વધારો કરનાર સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન નસીબ તમારા પક્ષમાં રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ગતિ પકડી શકે છે. તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે અને આવકની નવી તકો ઉભરી શકે છે. અચાનક નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.