હેડિંગ વાંચીને તમે પણ એક ચોક્કસ જ વિચારમાં પડી ગયા હશો કે ભાઈસાબ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જો કોઈ વસ્તુ કે વ્યક્તિના વખાણ કરે તો ચોક્કસ જ એ વસ્તુ કે વ્યક્તિમાં કંઈકને કંઈક ખાસિયત તો ચોક્કસ જ હશે. હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ પર્વતીય વિસ્તારમાં જોવા મળતી એક બેરી કે જેને આપણે સી બકથોર્ન તરીકે ઓળખીએ છીએ એના ભરપૂર વખાણ કર્યા હતા. આ બેરીને ખાવાથી થતાં ફાયદાઓ વિશે વાત કરીશું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ સી બકથોર્નના વખાણ કરતાં જણાવ્યું હતું કે આ સી બકથોર્ન હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે અને તે -40થી 40 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ ખરાબ નથી થતી. આવું આ સી બકથોર્ન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મનગમતું સુપર ફ્રૂટ પણ છે.
વાત કરીએ સી બકથોર્નમાં જોવા મળતાં પોષક તત્વો વિશે તો તેમાં મોટા પ્રમાણમાં વિટામિન-C જોવા મળે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ સી બકથોર્નનું ફ્રૂટ, પાંદડા, મૂળ અને ફૂલ બધું જ ઔષધીય ગુણોથી ભરપૂર છે. સદીઓથી તિબેટિયન અને ચીની ચિકિત્સા પદ્ધતિમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. ચાલો જોઈએ આ સી બકથોર્નના બીજા મહત્ત્વના ગુણધર્મ વિશે...
પોષક તત્વો અને મિનરલ્સનો ખજાનો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે સી બકથોર્નના આટઆટલા વખાણ કર્યા છે તે હકીકતમાં તો પોષક તત્વો અને મેડિકલ વેલ્યુઝથી એકદમ ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ સી બકથોર્નમાં મોટા પ્રમાણમાં ફ્લેવોનોઈડ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ચાલો જોઈએ તેના ફાયદાઓ વિશે-
1. સી બકથોર્નમાં રહેલાં ફ્લેવોનોઈડ્સ હાર્ટને હેલ્ધી રાખવાની સાથે સાથે લિવરને ડેમેજ થતું પણ અટકાવે છે.
2. એસિડિટી, અલ્સર અને કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ સી બકથોર્ન રામબાણ ઈલાજ સમાન છે, જે આંતરડાના લેયરને ઠીક કરવામાં મદદ કરે છે.
3. સી બકથોર્ન એ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરને ઈન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે.
4. સી બકથોર્નમાં એન્ટી-બેક્ટેરિયલ અને કેન્સર વિરોધી ગુણો પણ જોવા મળે છે, જે કેન્સર જેવી જોમખી બીમારી સામે લડવામાં મદદ કરે છે
સી બકથોર્નને આહારમાં સામેલ કરવાની રીત
સી બકથોર્નનો વધુમાં વધુ લાભ કઈ રીતે મેળવી શકાય છે એની વાત કરીએ તો તમે એના માટે અહીં નીચે જણાવવામાં આવેલી ટિપ્સને ફોલો કરી શકો છો-
1. સવારે ખાલી પેટે સી બકથોર્નના જ્યુસને પાણીમાં મેળવીને તેનું સેવન કરી શકાય છે. જો તમે તેને થોડું વધારે ચટપટું બનાવવા માંગો છો તો સ્વાદ માટે તમે તેમાં મધ ઉમેરી શકાય.
2. સી બકથોર્નના સૂકાઈ ગયેલાં ફળ કે પાંદડાને ગરમ પાણીમાં ઉકાળીને તેમાંથી ચા પણ બનાવી શકો છો. આ ચામાં લીંબુનો રસ ઉમેરવાથી તે પાચન અને ત્વચા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.
3. સલાડ ડ્રેસિંગ તરીકે પણ તમે સી બકથોર્ન ઓઈલ કે પ્યુરીને ઓલિવ ઓઈલ અને મીઠા સાથે મિક્સ કરીને સલાડ પર નાખીને તમે ખાઈ શકો છો.
સી બકથોર્નનું આવું પણ છે મહત્ત્વ
આ ટચૂકડી બેરીના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરીએ તો ભારતના પડોશી દેશ ચીનમાં તાંગ વંશના સમયથી તેનો ઔષધીય ઉપયોગ થાય છે. લગભગ 900 ઈસા પૂર્વેથી અસ્થમા, હૃદયરોગ અને ત્વચાની બળતરા ઘટાડવા જેવી વિવિધ સમસ્યાઓમાં આ પહાડી બેરીનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.