માલદા : પશ્ચિમ બંગાળ આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓના પગલે રાજકારણ ગરમાયું છે. જેમાં આ વખતે ભાજપ અને ટીએમસી આમને સામને છે. આ દરમિયાન પીએમ મોદીએ આજે સિંગુરમાં એક જાહેર સભાને સંબોધતા મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે બંગાળમાં પરિવર્તનની લહેર દેખાઈરહી છે. રાજ્યને હવે પરિવર્તનની જરૂર છે. બંગાળના લોકો હવે ટીએમસીના મહાજંગલ રાજને બદલવા માંગે છે.
બંગાળમાં ભાજપની ડબલ એન્જિન સરકાર જરૂરી
પીએમ મોદીએ રેલીમાં જણાવ્યું હતું કે બંગાળમાં ભાજપની ડબલ એન્જિન સરકાર જરૂરી છે. જ્યાં પણ ડબલ એન્જિન સરકાર છે ત્યાં વિકાસ થઇ રહ્યું છે. તેમને કેન્દ્ર સરકારની યોજનાઓનો સંપૂર્ણ લાભ પણ મળી રહ્યો છે. બંગાળમાં ટીએમસી સરકાર ગરીબોના કલ્યાણમાં અવરોધ ઉભો કરે છે. તે નથી ઇચ્છતી કે કેન્દ્ર સરકારની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચે. તેમજ બંગાળમાં ભાજપ સત્તામાં આવતા જ પરિસ્થિતિ બદલાઈ જશે.
ટીએમસી ઘૂસણખોરોને રક્ષણ આપતી ગેંગને ટેકો આપે છે
પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર દેશની સુરક્ષા સાથે રમત રમી રહી છે. તેથી યુવાનોએ ખૂબ જ સાવધ રહેવું જોઈએ. ટીએમસી સરકાર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપે છે. આ ઘૂસણખોરો ટીએમસી માટે એક મજબૂત વોટ બેંક છે. કેન્દ્ર સરકાર વારંવાર બંગાળ સરહદ પર વાડ માટે જમીનની માંગણી કરતા પત્રો લખે છે. ટીએમસી ઘૂસણખોરોને રક્ષણ આપતી ગેંગને ટેકો આપે છે. હવે સમય આવી ગયો છે કે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગેરકાયદે સ્થાયી થયેલા લોકોને દેશનિકાલ કરવામાં આવે.
વંદે માતરમને વિકાસનો મંત્ર બનાવવો જોઈએ.
આ પૂર્વે પીએમ મોદીએ કહ્યું હતું કે હુગલી અને વંદે માતરમ વચ્ચેનો સંબંધ વધુ ખાસ છે. એવું કહેવાય છે કે અહીં જ ઋષિ બંકીમે વંદે માતરમને તેનું સંપૂર્ણ સ્વરૂપ આપ્યું હતું. જેમ વંદે માતરમ સ્વતંત્રતા માટે પ્રેરક બન્યું છે. તેવી જ રીતે આપણે વંદે માતરમને પશ્ચિમ બંગાળ અને ભારતના વિકાસનો મંત્ર બનાવવો જોઈએ.
દેશના મતદારો ભાજપના વિકાસ મોડેલ પર વિશ્વાસ
આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે, અનેક રાજ્યમાં ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય માનવામાં આવતી હતી. પરંતુ ત્યાં હવે ભાજપને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આ દર્શાવે છે કે દેશના મતદારો ભાજપના વિકાસ મોડેલ પર વિશ્વાસ રાખે છે.