Tue Jan 20 2026

Logo

White Logo

મારિયા મચાડોએ નોબેલ શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને : આપવાના નિવેદન પર ફાઉન્ડેશને કરી આ સ્પષ્ટતા

1 day ago
Author: Chandrakant Kanoja
Video

સ્ટોકહોમ : વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર વેનેઝુએલાની  નેતા મારિયા મચાડોએ શાંતિ પુરસ્કાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રાન્સફર કરવાનું નિવેદન આપ્યું છે. જેની બાદ આ  મુદ્દે નોબલ ફાઉન્ડેશને મોટું નિવેદન આપ્યું છે. ફાઉન્ડેશને  જણાવ્યું છે કે, તેનો એક પ્રાથમિક ઉદ્દેશ્ય નોબેલ પુરસ્કારોની ગરિમા અને તેમની વહીવટી પ્રક્રિયાનું રક્ષણ કરવાનો છે. ફાઉન્ડેશન આલ્ફ્રેડ નોબેલના વસિયતનામા અને તેની જોગવાઈઓનું કડક પાલન કરે છે. વસિયતનામામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પુરસ્કારો એવી વ્યક્તિઓને આપવામાં આવશે જેમણે માનવ જાતિ માટે સૌથી સારું કામ કર્યું છે. 

તેનું કોઈ વિભાજન અથવા પુનઃવિતરણ શક્ય નથી

આ ઉપરાંત નોબેલ ફાઉન્ડેશને જણાવ્યું  કે સમિતિને દરેક પુરસ્કાર આપવાનો અધિકાર છે. તેથી  કોઈપણ સંજોગોમાં નોબેલ પુરસ્કાર ટ્રાન્સફર કરી શકાતો નથી અને કોઇ અન્યને આપી શકાતો નથી. પુરસ્કારની મૂળ ભાવના અને તેની ગરિમા અને આલ્ફ્રેડ નોબેલની ઇચ્છાને ધ્યાનમાં રાખીને તે ફક્ત તેના મૂળ પ્રાપ્તકર્તાને જ આપવામાં આવે છે. તેનું કોઈ વિભાજન અથવા પુનઃવિતરણ શક્ય નથી.

નોબેલ પુરસ્કારની ગરિમા જાળવવી ફાઉન્ડેશનની પ્રાથમિક જવાબદારી 

આ ઉપરાંત ફાઉન્ડેશન એ સિદ્ધાંતનું પાલન કરે છે કે નોબેલ પુરસ્કારોની પવિત્રતા અને વિશિષ્ટતા સાથે કોઈપણ રીતે સમાધાન કરવામાં આવશે નહીં. આ સિદ્ધાંત ફક્ત પુરસ્કારોનું સન્માન  જ જાળવી રાખતો નથી પરંતુ માનવતા માટે તેમના યોગદાનનું પણ સન્માન કરે છે. આ નિવેદન નોબેલ પુરસ્કારોની અખંડિતતા અને ઐતિહાસિક મહત્વ જાળવવા માટે જાહેર કરવામાં આવ્યું છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે ખોટું અર્થઘટન ટાળી શકાય. નોબેલ પુરસ્કારો માનવ સભ્યતાના સર્વોચ્ચ સન્માનોમાંના એક છે. તેમજ કોઈપણ કિંમતે તેની ગરિમા જાળવવી એ ફાઉન્ડેશનની પ્રાથમિક જવાબદારી છે.