Tue Jan 20 2026

Logo

White Logo

મુંબઈગરા સાવધાન: : મુંબઈમાં આવતા અઠવાડિયે ૪૪ કલાક માટે પાણીપુરવઠાને અસર થશે

1 day ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ: મેટ્રો લાઈન ‘સેવન-એ’ પ્રોેજેક્ટના કામ માટે ૨,૪૦૦ મિલીમીટર વ્યાસની અપર વૈતરણાની મુખ્ય પાઈપલાઈનનો અમુક ભાગ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ ભાગમાં ક્રોસ કનેકશનનું કામ આવતા મંગળવારથી ગુરુવાર સવાર સુધી હાથ ધરવામાં આવવાનું છે. આ કામ લગભગ ૪૪ કલાક ચાલવાનું હોવાથી ધારાવી, અંધેરી, સાંતાક્રુઝ, વિક્રોલી, ઘાટકોપર અને ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે તો અમુક જગ્યો ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ૨૦ જાન્યુઆરી, મંગળવારના સવારના નવ વાગ્યાથી ગુરુવાર, ૨૨ જાન્યુઆરીના વહેલી સવારના પાંચ વાગ્યા સુધી જે મેઈન પાઈપલાઈનને વાળવામાં આવી છે, તેનું ક્રોસ કનેકશનનું કામ હાથ ધરવામાં આવવાનું છે.  લગભગ ૪૪ કલાક સુધી આ કામ ચાલશે. તેથી આસમય દરમ્યાન જી-ઉત્તર, કે-પૂર્વ, એસ, એચ-પૂર્વ અને એન વોર્ડના અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તો અમુક વિસ્તારમાં સંપૂર્ણપણે બંધ રહશે.

જી-ઉત્તર વોર્ડ ધારાવીમાં જસ્મિન મિલ માર્ગ, માટુંગા લેબર કોલોની, સંત રોહિદાસ રોડ, ૬૦ ફૂટ રોડ, ૯૦ ફૂટ રોડ, ઢોરવાડા, દારાવી લૂપ રોડમાં નિયમિત સ્વરૂપે દરરોજ સવારના ચારથી બપોરના ૧૨ વાગ્યા સુધી પાણી પુરવઠો થાય છે પણ મંગળવારથી ગુરુવાર સુધીના સમયગાળામાં આ વિસ્તારમાં સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.

કે-પૂર્વ વોર્ડમાં મુલગાવ ડોંગરી, એમ.આઈ.ડી.સી. રોડ નંબર એકથી ૨૩, દુર્ગાપાડા, મહેશ્ર્વરી નગર, ઠાકુર ચાલ, કોંડિવિટા, ટ્રાન્સ અપાર્ટમેન્ટ, વિજય નગર, મરોલ, મિલટ્રી રોડ, ગાવદેવી, મરોલ વિલેજ, ચર્ચ રોડ, હિલ વ્યુ સોસાયટી, ભંડારવાડા, સિપ્ઝ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, ચકાલા, ગોંવિદ વાડી, માલપાડોંગરી એક અને બે, હનુમાન નગર, મોટાનગર, શિવાજી નગર, શહીદ ભગતસિંહ કોલોની, લેલેવાડી, ઈંદિરા નગર, મરોલ ઈન્ડસ્ટ્રિયલ એરિયા, જે.બી. નગર, ક્રાંતિ નગર, કબીર નગર, બામણપાડા, પારસીવાડા, ઍરપોર્ટ એરિયા, પી. એન્ડ કોલોની, ઓમ નગર, ક્રાંતિ નગર, સહાર વિલેજ જેવા વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. તો કોલડોંગરી, જુની પોલીસ ગલી, સહાર રોડ, મોગરાપાડામાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.

એસ વોર્ડમાં વિક્રોલી પશ્ર્ચિમમાં સુર્યા નગરસ આંબેડકર ચોક, એલબીએસ રોડ, ભાંડુપ (પશ્ર્ચિમ)ના કોકણ નગર, સમર્થ નગર, કાજુ ટેકરી, ક્વારી રોડ, જમીલ નગર, ઉત્કર્ષ નગર, સાઈ હિલ, ટેંબી પાડા, ભક્તિપાડા, જનતા બજાર તળાવ રોડ, શાસ્ત્રી નગર, સોનાપૂર વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તો મોરારજી  નગર, ગૌતમ નગર, જયભિમ નગર, પાસપોલી વિલેજ, કૈલાશ નગર, બેસ્ટ નગર, ફિલ્ટર પાડા, ગાવદેવીસ બીએમસી સ્ટાફ ક્વાટર્સ, પઠાણવાડી, મહાત્માફુલે નગર, આરે રોડ વિસ્તારમાં  મંગળવારથી બુધવાર ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. 

એચ-પૂર્વમાં બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી), મોતિલાલ નગરમાં મંગળવારથી બુધવાર ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. એન વોર્ડમાં વિક્રોલી વેસ્ટ સ્ટેશન રોડ, ફિરોજશાહ નગર, પ્રેસિડેન્શિયલ ટાવર, આર સિટી, દામોદર પાર્ક, પંકેસ બાબા દર્ગા, સંઘાણી ઈસ્ટેટ, શ્રેયસ થિયેટર વિસ્તાર, સાઈનાથ નગર, નિત્યાનંદ નગરમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.