Tue Jan 20 2026

Logo

White Logo

રાજકુમાર રાવે જાહેર કર્યું દીકરીનું નામ, મહાદેવ સાથે જોડાયેલું છે ખાસ કનેક્શન : -

1 day ago
Author: Himanshu Chavada
Video

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખા માટે વીતેલા વર્ષ 2025 ખુશીઓની ભેટ લઈને આવ્યું હતું. 15 નવેમ્બના લગ્નની ચોથી વર્ષગાંઠે તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મના બે મહિના બાદ હવે આ કપલે પોતાની દીકરીનું નામકરણ કર્યું હતું. સાથોસાથ દીકરીની પહેલી ઝલક પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

મહાદેવ સાથે જોડાયેલું છે દીકરીનું નામ 

રાજકુમાર અને પત્રલેખાએ પોતાની પુત્રીનું નામ 'પાર્વતી પોલ રાવ' રાખ્યું છે. આ કપલે પોતાની દીકરીની તસવીર પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં રાજકુમાર અને પત્રલેખાના હાથમાં તેમની દીકરીનો હાથ જોવા મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, "હાથ જોડીને અને હૃદયપૂર્વક અમે અમારા સૌથી મોટા આશીર્વાદ, પાર્વતી પોલ રાવનો પરિચય કરાવીએ છીએ."

'પાર્વતી' નામ શક્તિ, કૃપા અને ભક્તિનું પ્રતીક છે, જ્યારે 'પોલ' અને 'રાવ' એ પત્રલેખા અને રાજકુમારની અટક છે. ચાહકો આ પરંપરાગત અને અર્થપૂર્ણ નામની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, 2014માં ફિલ્મ 'સિટી લાઈટ્સ'ના સેટ પર બંનેની મુલાકાત થઈ અને 15 નવેમ્બર 2021ના ચંદીગઢમાં તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. નવેમ્બર 2025માં જ્યારે રાજકુમાર અને પત્રલેખા પોતાના લગ્નની ચોથી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા, ત્યારે જ તેમની પુત્રીનો જન્મ થયો હતો. તે સમયે એક સંયુક્ત નિવેદન જારી કરીને તેમણે જણાવ્યું હતું કે, અમને ભગવાન દ્વારા મળેલ આ સૌથી મોટા આશીર્વાદ છે.